Patan Honeytrap: એક બે નહીં ત્રણ યુવતીએ મળીને બિલ્ડરને શરીરસુખ માણવા હોટલમાં બોલાવ્યો, ભઈ પહોંચ્યો પછી...
Patan Honeytrap: શિકારી ખુદ યહાં શિકાર હો ગયા: એક બે નહીં ત્રણ યુવતીએ શરીરસુખ માણવા યુવકને હોટલમાં બોલાવ્યો, પણ અહીં હનીટ્રેપમાં ફસાવવા નીકળેલી ટોળકી ફસાઈ
પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાજ્યમાં પ્રતિષ્ઠિત્ત વ્યક્તિઓને હનીટ્રેપમાં ફસાવવાની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઇ ત્યારે આવીજ એક વધુ હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં પાટણની હોટેલમાં બિલ્ડરના વ્યવસાય સાથે જોડાયેલ યુવકને હનીટ્રેપમાં ફસાવીને 10 લાખ પડાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે, પરંતુ અહીંયા હનીટ્રેપ ગેંગ યુવકને ફસાવે તે પહેલાં જ પોલીસે ત્રણ યુવતીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
હજુ વરસાદ ગયો નથી! તારીખો સાથે મેઘો ક્યાં-કેવી બોલાવશે ધડબડાટી? જાણો અંબાલાલની આગાહી
પાટણ ચાણસ્મા હાઇ-વે પર આવેલી એક હોટેલમાં પત્રકારનાં સ્વાંગમાં આવેલી એક સહિત ત્રણ યુવતીઓએ પાટણમાં મકાન ધરાવતા એક બિલ્ડરને હનિટ્રેપમાં ફસાવીને તથા ખોટા બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને બિલ્ડર પાસે રૂપિયા 10 લાખની માંગણી કરાઈ હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી જવા પામી છૅ. બિલ્ડરે આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે વર્ષા, રાધિકા ઉર્ફે મનિષા અને વંદના નામની મહિલાઓ સામે આઇપીસી કલમ 388,389,120(બી), 114 મુજબ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છૅ.
સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર; આ મહંતને સોંપાઈ મોટી જવાબદારી
ઘટના ક્રમ જોઈએ તો ત્રણેય યુવતીઓ પૈકી બે યુવતીઓ વર્ષા અને રાધિકા બિલ્ડર પાસેથી રુપિયા પડાવવા માટે પૂર્વ આયોજીત જમીન મામલે કાવત્રુ રચીને બિલ્ડર સાથે મિત્રતા કરીને પોતાને જમીન બાબતની વાતચીત કરવાનું કહી તા. 3-9- 23નાં રોજ રાત્રે સવા નવ વાગે પાટણની સુદામા ચોકડી પરની એક હોટેલમાં વર્ષા અને રાધિકા સાથે આવ્યા હતા. હોટલની એક રૂમમાં જ્યાં બિલ્ડર રોકાયા હતા, તે રૂમમાં ગયા અને થોડીવારમાં વર્ષાએ તેને અરજન્ટ કામ હોવાનું કહી બહાર નિકળી ગઈ ત્યારે બિલ્ડરના રૂમમાં રાધિકા એકલી હોઈ ત્યાં અન્ય તેમની સાગરીત વંદના જે બિલ્ડરના રૂમમાં આવે છૅ.
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સૂચવ્યું BHARAT નું ફૂલ ફોર્મ, વિપક્ષને આપી નામ બદલવાની સલાહ
બિલ્ડરને તેની ઓળખ પત્રકાર તરીકે આપે છૅ અને બિલ્ડરને ખોટો બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂા.10 લાખની માંગણી કરી હતી. તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. ત્યારે પાટણ B ડિવિઝન પોલીસે હાલતો હનીટ્રેપ ગેંગની 3 મહિલાઓ રાધિકા, વર્ષા અને વંદના જે અમદાવાદ રહેવાસી હોઈ તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાધિકા નામની યુવતીનો ગુનાહિત ઇતિહાસ હોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છૅ.
કન્યા રાશિમાં સૂર્યનું ગોચર, 3 રાશિઓનું ભાગ્ય બદલશે, 1 મહિના સુધી ચાંદી રહેશે