ઉદ્યોગપતિની આત્મહત્યામાં ગુનેગાર PI અને 3 કોન્સ્ટેબલની સસ્પેન્શન બાદ બદલી
શહેરના એક ઉદ્યોગપતિની અત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી તરીકે સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સુરત: શહેરના એક ઉદ્યોગપતિની અત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં આરોપી તરીકે સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા
આ ગુનામાં સામેલ પોલીસ અધિકારીઓ અનધિકૃત રીતે રજા ઉપર ગયા હતા. આ ઉપરાંત તપાસમાં સહકાર આપતા ન હોવાની ગેરવર્તણુકને ધ્યાને લઇને તથા ઉપરોક્ત ગુનામાં તેમની શંકાસ્પદ ભુમિકા હોવાનું સામે આવતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં સહકારી ક્ષેત્રનાં અગ્રણી અને પાટીદાર અગ્રણી એક ઉદ્યોગપતિએ જમીન મુદ્દે પીઆઇ દ્વારા દબાણ કરવામાં આવતા આત્મહત્યા કરી હતી.
સુશાંતસિંહ રાજપુત વિવાદ વડોદરા પહોંચ્યો, કંગનાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર
આ ગુનામાં નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે આજે ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનું જાહેર હિતમાં ફરજમોકુફીનું મુખ્ય મથક બદલાવતાં તેમને અલગ-અલગ સ્થળે બદલી કરી છે. પી.આઇ. બોડાણાને પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા એમ અલગ-અલગ જીલ્લામાં મૂકવામાં આવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube