ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બે કરોડથી વધુની કફ સિરપ અને ઊંઘની દવાનો વિપુલ જથ્થો કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવાધનને બરબાદ કરવા અને નશાના રવાડે ચડાવવા માટે ચાલતા મોટા કન્સાઈન્મેન્ટનો પર્દાફાશ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ સિન્ડિકેટને પકડવા પોલીસ તપાસ બાદ ચોંકાવનારા તથ્યો બહાર લાવી શકે છે. 

Updated By: Sep 22, 2020, 08:59 PM IST
ગુજરાતમાં ડ્રગ્સનો રાફડો ફાટ્યો: પ્રતિબંધિત કફ સીરપ અને ટેબ્લેટ સાથે 3 ઝડપાયા

મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બે કરોડથી વધુની કફ સિરપ અને ઊંઘની દવાનો વિપુલ જથ્થો કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવાધનને બરબાદ કરવા અને નશાના રવાડે ચડાવવા માટે ચાલતા મોટા કન્સાઈન્મેન્ટનો પર્દાફાશ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ સિન્ડિકેટને પકડવા પોલીસ તપાસ બાદ ચોંકાવનારા તથ્યો બહાર લાવી શકે છે. 

સુરત : 1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતમાં અચાનક ડ્રગ ડીલરો ઉગી નિકળ્યાં?

પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓ સાણંદ અને બાવળા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કફ સિરપ અને ઊંઘની દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ આપતા હતા. જેના બદલામાં  ચારથી પાંચ ગણા ઊંચા ભાવ વસુલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા. જે અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસને ચોક્કસ હકીકત ધ્યાને આવતા બે શખ્સોની  અટકાયત કરી પુછપરછ કરવામાં આવી. આરોપી મહમદ સલમાન અને અલ્લાઉદીન મન્સૂરીની તપાસ કરતા તેમની પાસેથી કફ સીરપનો જથ્થો મળી આવ્યો. બાદમાં વધુ પુછપરછ કરતા આ જથ્થો ઓઢવના એક ગોડાઉનમાંથી લાવ્યા હોવાનો ખુલાસો થતા જ વધુ એક આરોપી શૈલેષ કુશવાહની પણ ધરપકડ કરવામાં આવી છે. 

સુશાંતસિંહ રાજપુત વિવાદ વડોદરા પહોંચ્યો, કંગનાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર

રાજ્યભરમાં થોડા સમયથી નશાના કાળો કારોબાર ચલાવતા લોકો પર ગ્રામ્ય પોલીસે સકંજો કસ્યો છે. યુવાધનને બરબાદ કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. અગાઉ પણ બાવળા પોલીસે આવી ગેરકાયદેસર વેચાતી સીરપનો જથ્થો કબજે કર્યો હતો. પકડાયેલ ત્રણેય આરોપીની પોલીસ પુછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે, કફ સીરપ સપ્લાય કરતો. મુખ્ય આરોપી ભરત ચૌધરી છે, જેના વિરુધ અગાઉ પણ NDPS એક્ટ હેઠળ બે ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી ગુન્હા નોંધાયેલા છે. મૂળ ગુજરાતનો ભરત ચૌધરી હાલ રાજ્સ્થાનથી બેઠા બેઠા કફસીરપ અને ઊંઘની દવાઓ વેચતો.

Gujarat Corona Update: 1402 નવા કેસ નોંધાયા, 16નાં મોત, 1321 દર્દીઓ સાજા થયા

મહત્વનું છે કે, પોલીસ કબજે કરેલી દવાઓ અને પ્રતિબંધિત કોડીન સીરપનો જથ્થો અમુક માત્ર કરતા વધુ વેચવા પણ પ્રતિબંધ છે, તેમ છતાં આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં આ દવાઓ અને સીરપ કોણ લાવ્યું? તે અંગે પણ ગ્રામ્ય SOG એ કડક કાયવાહી હાથ ધરી છે. યુવાઘનને નશાનાં રવાડે ચડાવી કરોડોની કમાણી કરતા ડ્રગ ડીલરો વિરુધ પોલીસ આગામી સમયમાં કડક કાર્યવાહી તો કરશે જ. જોકે હાલમાં પકડાયેલ સીરપ અને ટેબ્લેટની બજાર કીમત ચાલીસ લાખ થાય છે પણ આરોપી મહમદ સલમાન અને અલ્લાઉદીન મન્સૂરી પ્રતિબંધિત દવાઓ ૪૦૦ થી ૮૦૦ રૂપિયામાં વેચતા જેને જોતા પોલીસે 2 કરોડથી વધુનો મુદ્દામાલ ક્બ્જે કર્યાનું મનાઈ રહ્યું છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube