PM Modi Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસમાં છે. આણંદ, ભરૂચ, અમદાવાદીઓને આજે વિવિધ ભેટ આપીને પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા. જામનગરની ગલીઓમાં પીએમ મોદીનો રોડ શો નીકળ્યો હતો. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી જામનગરમાં રોડ શો વચ્ચે કારમાથી ઉતરીને લોકોને મળ્યા હતા. તેમણે લોકોને ઓટોગ્રાફ પણ આપ્યો હતો, જેથી લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આ વચ્ચે તેઓ એક શખ્સને મળ્યા હતા, જે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં પહોંચેલા પ્રધાનમંત્રી મોદીને તેમના ચાહકે એક પેઈન્ટિંગ પણ ગિફ્ટ કરી હતી. PM મોદીજામનગરમાં સ્વાગત માટે પહોંચેલા લોકોને મળવા ગાડીમાંથી નીચે ઉતર્યા હતા. તેઓ સુરક્ષા તોડીને લોકોની વચ્ચે ગયા હતા, જ્યા લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતું. 


આ પણ વાંચો : જામનગરવાસીઓ ખુશખુશાલ થઈ ગયા, PM મોદીએ રોડ શોમાં કારમાથી ઉતરીને લોકોને ઓટોગ્રાફ આપ્યો


પીએમ મોદીને મળી ખાસ ગિફ્ટ
જામનગરમાં રોડ શો દરમિયાન લોકોને મુલાકાત વચ્ચે પીએમ મોદી એક શખ્સની પાસે આવીને ઉભા રહી ગયા હતા. પીએમ મોદીના ચાહક આ શખ્સે તેમને એક તસવીર ભેટ કરી હતી. જેને જોઈને પીએમ મોદી ખુશ થઈ ગયા હતા. આ તસવીર તેમના માતા હીરાબાની હતી. આ શખ્સે તસવીર પર પ્રધાનમંત્રીનો ઓટોગ્રાફ પણ મેળવ્યો હતો. 



ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જામનગરને 1500 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. તેમણે સૌની યોજનાના લિંક-1ના પેકેજ 5 અને લિંક-3ના પેકેજ 7નું લોકાર્પણ કર્યું. સાથે જ જિલ્લાના હરિપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. રૂ.176 કરોડથી વધુના ખર્ચે 40 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કરાયો છે.