ચેતન પટેલ, સુરત: તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટના બાદ અમેરિકા ભાગી છૂટેલા બિલ્ડર સવજી પાઘડારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાથી પરત ફરતા જ સવજી પાઘડરની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ તેના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગેરકાયદેસર બાંધકામને લઇને પોલીસ દ્વારા સવજી પાઘડારની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- રાજ્યમાં મેઘમહેર: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ઓરસંગ નદીમાં ઘોડાપુર


24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ હોમાયા હતા. આ દુર્ઘટને પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી હતી. પરંતુ બિલ્ડર સવજી પાઘડારની અમેરિકા ભાગી છુટ્યો હતો. જેથી પોલીસ તેની ધરપકડ કરી શકી ન હતી. જોકે તે અમેરિકાથી પરત આવતા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ કેટલાક આરોપીઓ ફરાર છે.


વધુમાં વાંચો:- યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં સરિતા ગાયકવાડે જીત્યો વધુ એક ગોલ્ડ મેડલ


તો બીજી બાજુ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગનો વહીવટ સંભાળતા પરબતભાઈ અકબરીની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને કેટલી મહત્ત્વની માહિતી મળી છે. તપાસ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતુ કે, આ ગુનામાં 11ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હજુ આ ગુનામાં પાલિકાના નિવૃત્ત અધિકારી અને હાલ મનપાના વિજિલન્સ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ફરાર છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...