યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં સરિતા ગાયકવાડે જીત્યો વધુ એક ગોલ્ડ મેડલ
એક સામાન્ય આદિવાસી પરિવારની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી 25 વર્ષીય સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીમાં 400 મીટરની દોડમાં બંદૂકમાંથી ગોળી છુટે તેમ ટ્રેક પર રનિંગ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
Trending Photos
સ્નેહલ પટેલ, ડાંગ: ગુજરાતના એક નાનકડા ગામડામાંથી એશિયન ગેમ્સ સુધી પહોંચનારી સરિતા ગાયકવાડે ફરી એકવાર રાજ્યની સાથે-સાથે દેશનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરી છે. યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો છે.
રાજ્યના ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય આદિવાસી પરિવારની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી 25 વર્ષીય સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. પોલેન્ડમાં યોજાયેલી યુરોપ ઍથ્લેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં બંદૂકમાંથી ગોળી છુટે તેમ ટ્રેક પર રનિંગ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સરિતાએ 400 મીટરની દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
સરિતા ગાયકવાડે વર્ષ 2017માં કોઇમ્બતુર ખાતે યોજાયેલી 400 મીટર દોડ અને 400 મીટર હડર્લર દોડમાં સારૂ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં પણ સરિતા ગાયકવાડે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 400 મીટર રનિંગ સ્પર્ધામાં જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યારે ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાની દીકરી સરતાએ એશિયન ગેમ્સમાં સારૂ પ્રદર્શન કરી રાજ્ય સહિત દેશનું ગૌરવ વધાર્યું હતું.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે