ચેતન પટેલ/સુરત : કોરોના વાયરસને પગલે દેશને 21 દિવસ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. જો કે નાગરિકો જાણે આ લોકડાઉનની ગંભીરતા જ ન સમજતા હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સની મજાક ઉડાવી રહ્યા છે. વરાછા રોડ પર આવેલી સરથાણા જકાતનાકા ખાતેની રાજહંસ સ્વપ્ન નામની બિલ્ડીંગની છત પર ભજીયા પાર્ટી ચાલી રહી હતી. જો કે ત્યારે અચાનક પોલીસ ડ્રોન પહોંચી જતા ન માત્ર ભજીયા પાર્ટીની મજા બગડી હતી પરંતુ તમામ પાર્ટી રસિકોમાં ભાગદોડ મચી ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: લોકડાઉનનું પાલન કરાવવા નિવૃત કર્મચારીઓ અને અદ્યતન ટેક્નોલોજીની સેવા લેવાશે

હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલા ફેસબુક અને વોટ્સએપમાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં પોલીસનું ડ્રોન ફરી રહ્યું હતું તે દરમિયાન ધાબા પર કેટલાક લોકો ભજીયા બનાવવા માટેની તૈયારીઓ કરતા જોવા મળે છે. જો કે અચાનક ડ્રોન આવી જતા તેઓ ભાગવા લાગે છે. જ્યારે કેટલાક લોકો ધાબા પર બેસી રહે છે. જો કે પોલીસ દ્વારા હજી સુધી ભજીયા પાર્ટી પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પોલીસ કાર્યવાહી કરવી પડી શકે છે.


લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા

અત્રે ઉળ્લેખનીય છે કે, સમગ્ર સુરતમાં 144ની કલમ લાગુ છે. આ ઉપરાંત એપેડેમિક એક્ટ પણ લાગુ કરવામાં આવેલો છે. તેવામાં લોકો ઘરે રહે તે જરૂરી છે. તેવામાં સાયબર ક્રાઇમના 6 ગુના અને જાહેર નામાના ભંગ બદલ કલમ 188 હેઠળ 256 ગુના નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube