ચેતન પટેલ, સુરત: સુરત છેલ્લા કેટલાક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ 10 કરોડની શાકભાજીઓ અને સો કરોડના ડાંગર નું નુકસાન થયું છે જોકે ૪૮ કલાકથી વધુ સમય થયો હોવા છતાં અત્યાર સુધી સરકાર તરફથી ખેડૂતોના થયેલ નુકશાનનો સર્વે ન થતા ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ચાર મહિના પહેલા કામદારોએ રડતા રડતા સુરત છોડ્યું હતું, માલિકોએ પ્લેન ટિકીટ મોકલીને પાછા બોલાવ્યા


આ વર્ષે ભારે વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો વરસાદી પાણીના કારણે તેના પાકને થયેલા નુકસાનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભારે વરસાદથી તેમના ખેતરમાં પાણી ભરાયા હતા પરંતુ વરસાદ રોકાઈ જતા આ વરસાદી પાણી અત્યાર સુધી તેમના ખેતરમાંથી જેમ હતા તેમ જ છે. જેથી પાકને ભારે નુકસાન થયું છે.


આ પણ વાંચો:- સુરતમાં બુટલેગરો બેફામ! દારૂ પકડવા ગયેલી પોલીસ પોતે ન પકડાય જાય તે માટે ભાગવું પડ્યું


કરોડોના નુકસાનના કારણે ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી ગયા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં શેરડી શાકભાજી અને ડાંગર નો પાક થતો હોય છે,  પરંતુ આ વર્ષે ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. સાથે શાકભાજીને દસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે બીજી બાજુ ડાંગરના પાકને પણ સો કરોડનો નુકસાન થતા ખેડૂતો તો ચિંતામાં છે.


આ પણ વાંચો:- ચુની ગજેરાએ સુરતમાં પોતાની જ શાળાની શિક્ષિકાની છેડતી કરી, અશ્લીલ ક્લિપ અને ગંદા ઇશારા


પાણી ગેરકાયદેસર ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ ન કરવાના કારણે ખેતરમાં રહી ગયું છે. વરસાદ થંભી જતાં પણ આ પાણીનો નિકાલ ખેતરમાંથી થયો નથી. જેથી કરોડો રૂપિયાનું નુકસાન પાકને થયું છે એવું જ નહીં 48 કલાક થઈ ગયા છે. તેમ છતાં સરકાર તરફથી નુકસાનીનો સરવે અત્યાર સુધી કરવામાં આવયો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર