જયેંદ્ર ભોઇ/ હરિન ચાલિસા, પંચમહાલ, દાહોદ:  ભાજપ (BJP) ના વોટ્સએપ ગ્રુપ (WhatsApp Group) માં અવાર-નવાર અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હોવાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. ત્યારે ફરી એકવાર ઘોઘમ્બા ભાજપ (Ghoghmba BJP) અને લીમખેડા (Limkheda) વિધાનસભાના વોટ્સઅપ ગ્રુપ (WhatsApp Group) માં અશ્લીલ ફોટા શેર કરવામાં આવતાં ભારે ચકચાર મચી છે . હાલ ભાજપના વર્તુળોમાં આ વાત ભારે ચર્ચાસ્પદ બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રુપના સભ્યોમાં અશ્લીલ ફોટો મુકવાની જાણે હોડ જામી હોય તેમ હાલ ગ્રુપમાં અશ્લિલ ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. પક્ષના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ કેટલાક સરપંચોએ ગૃપમાં વારાફરતી અશ્લીલ ફોટો મુક્યા હતા. ઘોઘમ્બા ભાજપના આ વોટ્સ એપ ગ્રુપમાં મહિલા હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો પણ છે. અશ્લીલ ફોટો મુકાતા ગ્રુપના મહિલા સભ્યો ગ્રુપમાંથી લેફ્ટ થઇ ગયા હતા. 

Olympic માં નીરજ ચોપડાએ ગોલ્ડ મેળવ્યા બાદ નીરજ નામની વ્યક્તિઓ માટે મોટી જાહેરાત


ભાજપ (BJP) ના જિલ્લા પ્રમુખ પણ વોટ્સએપ ગ્રુપ (WhatsApp Group) ના સભ્ય છે. ઘોઘમ્બા બીજેપી (GHOGHMBA BJP) નામના ગ્રુપમાં મુકાયેલ અશ્લીલ ફોટોના સ્ક્રિન શોટ્સ વાયરલ થયા છે. ત્યારે ગ્રુપના સભ્યોનું કહેવું છે કે આમાં વાયરસ હોવાની ચર્ચા છે. એક લિંક સાથે ફોટો આવ્યા બાદ ગ્રુપના સભ્યો કોઈપણ મેસેજ કરે એટલે આ પ્રકારના ફોટો સેન્ડ થાય છે. 


તો બીજી તરફ લીમખેડા વિધાનસભાના વોટ્સએપ ગ્રુપ (WhatsApp Group) માં આ જ પ્રકારે અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના વાલાગોટા બેઠકના સભ્યના પતિ અને પૂર્વ જિલ્લા મહામંત્રી નારસિંહ પરમારે દ્રારા અશ્લીલ પોસ્ટ મુકવામાં આવી હતી. લીમખેડા વિધાનસભા વોટ્સએપ ગ્રુપ (Whatsapp Group) માં અનેક મહિલા હોદ્દેદારો પણ છે. 

Valsad જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો, મળી આવ્યો લાખોનો દારૂ


અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજયમંત્રી બચુભાઈ ખાબડ, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયર સહિત જીલ્લા ભાજના અનેક નેતાઓ ગ્રુપ માં સામેલ છે. ત્યારે લોકમુખે ચર્ચાઇ રહ્યું છે કે અશ્લીલ ફોટો મુકનાર હોદ્દેદારો સામે થશે કાર્યવાહી ? તે મુદ્દો ચર્ચા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube