Olympic માં નીરજ ચોપડાએ ગોલ્ડ મેળવ્યા બાદ નીરજ નામની વ્યક્તિઓ માટે મોટી જાહેરાત
ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા (Neeraj Chopra) એ ઇતિહાસ રચી દીધો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (Gold Medal) પ્રાપ્ત કર્યો છે.
Trending Photos
ભાવિન ત્રિવેદી, જુનાગઢ: ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા (Neeraj Chopra) એ ઇતિહાસ રચી દીધો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (Gold Medal) પ્રાપ્ત કર્યો છે. નીરજ (Neeraj Chopra) ના ભાલાએ 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો. ભારતને ઓલમ્પિકમાં લાંબા સમય બાદ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજના ઉપર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે જુનાગઢ ગીરનાર રોપ-વે પણ એક મોટી જાહેરાત કરી છે.
જુનાગઢ (Junagadh) ગીરનાર રોપ - વે ( ઉષા બ્રકો કંપની ) ખુશી વ્યકત કરતા આજે એક મોટી જાહેરાત કરી હતી. જેમા રોપ - વે કંપની ના અધિકારી દીપક કપલીસે નીરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપ - વેમાં નીરજ નામના કોઇ પણ વ્યક્તિને રોપ - વે ની સફર ફ્રી કરી દેવામાં આવી છે.
નીરજ (Neeraj) નામના કોઇ પણ વ્યક્તી 20 ઓગસ્ટ સુધી રોપ - વે મા ફ્રી મા મુસાફરી કરી ગીરનાર (Girnar) તીર્થ ક્ષેત્રના ધાર્મીક સ્થાનોના દર્શન કરી અને રોપ - વેનો આનંદ માણી શકે છે. આજે ઉષા બ્રેકો કંપની ગીરનાર રોંપ - વે નું સંચાલન કરે છે, ત્યારે દેશ નું ગોરવ વધારનાર નીરજ ચોપરા (Neeraj Chopra) ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
13 વર્ષ બાદ મળ્યો ગોલ્ડ
ઓલમ્પિક રમતો (Olympics Games) માં આ ભારતનો 13 વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ (Gold Medal) છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.
અત્યાર સુધી ભારતના 6 મેડલ
ટોક્યો ઓલમ્પિકમાં ભારત (India) અત્યાર 2 સિલ્વર અને 4 કાંસ્ય સહિત કુલ 6 મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે.
આનંદ મહિંદ્રા આપશે ગાડી
આ ઉપરાંત મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રા (Anand Mahindra) એ પણ ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ ચોપડા (Neeraj Chopra) ને કંપનીની આગામી કાર XUV700 ભેટમાં આપવાનો વાયદો કર્યો છે. તમને જણાવી દઇએ કે જેમ કે ઓલમ્પિકમાં નીરજે ગોલ્ડ જીત્યો ત્યારે લોકો સોશિયલ મીડિયા પર આનંદ મહિંદ્રા પાસે નીરજને ઇનામ આપવાની વાત કરવા લાગ્યા. તેમણે લોકોને જવાબ આપતાં એક ટ્વીટ કરી નીરજને ઇનામ આપવાની જાહેરાત કરી.
હરિયાણા સરકાર આપશે મોટી રકમ
ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતાડનાર નીરજ ચોપડા (Neeraj Chopra) ને હવે હરિયાણા સરકારે એક મોટી રકમ ઇનામમાં આપવાની જાહેરાત કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઓલમ્પિકમાં દેશનો ઝંડો લહેરાવનાર નીરજ ચોપડાને 6 કરોડ રૂપિયા કેશ આપવાની જાહેરાત આપી છે. એટલું જ નહી પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ નીરજને બે કરોડ રૂપિયાના કેશ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. આ ઉપરાંત આજે કુશ્તીમાં બ્રોન્જ મેડલ જીતનાર બજરંગ પુનિયાને હરિયાણા સરકાર 2.5 કરોડ રૂપિયા આપશે.
બીસીસીઆઇ અને સીએસકે પણ આપશે મોટી રકમ
નીરજ (Neeraj Chopra) ને મળનાર ઇનામોની સંખ્યા ખતમ જ થતી નથી. તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને ઇન્ડીયન પ્રીમિયર લીગ ફ્રેંચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સે પણ એક-એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી. આ મુજબ ઓલમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજને અત્યાર સુધી કુલ 10 કરોડ રૂપિયાના ઇનામ અપાવામાં વાત થઇ ચૂકી છે.
નીરજે રચ્યો ઇતિહાસ
જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) ની ફાઇનલમાં નીરજ ચોપડા (Neeraj Chopra) શરૂઆતથી જ આગળ રહ્યા હતા. તેમણે પ્રથમ પ્રયાસમાં 87.03 અને બીજા પ્રયાસમાં 87.58 અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર અંતર પાર પાડ્યું હતું. આ સાથે જ તેમણે પોતાના ક્વોલિફિકેશન રેકોર્ડ કરતાં વધુ દૂર ભાલો ફેંક્યો હતો. જૈવલિન થ્રોમાં આ ભરતનો અત્યાર સુધીનો સૌથી પ્રથમ મેડલ છે. એટલું જ નહી એથલેટિક્સમાં પણ આ ભારતનો પ્રથમ મેડલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે