Valsad જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો, મળી આવ્યો લાખોનો દારૂ

પોલીસે તાત્કાલિક દમણ (Daman) એક્સાઇઝની ટીમને જાણ કરી દમણ (Daman) ભીમપોર ગોડાઉનમાં લાખો રૂપિયા દારૂના જથ્થાની એક્સાઇઝ ચોરી થતા અટકાવી 20 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું.

Valsad જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો, મળી આવ્યો લાખોનો દારૂ

વલસાડ: વલસાડ (Valsad) જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર રમેશ માઈકલને વાપી પોલીસે (Police) ભીલાડના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે. દારૂની હેરાફેરીના ચારથી વધુ કેસમાં રમેશ માઈકલ વોન્ટેડ હતો. વલસાડ જિલ્લાના વાપી (Vapi) ટાઉન પોલીસ મથકે (Police Station) પકડાયેલા એક દારૂના કેસમાં રમેશ માઈકલનું નામ ખુલતા વલસાડ પોલીસે દમણ (Daman) ભીમપોર ખાતે આવેલા રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડ પોલીસને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

પોલીસે તાત્કાલિક દમણ (Daman) એક્સાઇઝની ટીમને જાણ કરી દમણ (Daman) ભીમપોર ગોડાઉનમાં લાખો રૂપિયા દારૂના જથ્થાની એક્સાઇઝ ચોરી થતા અટકાવી 20 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વાપી ટાઉન પોલીસ (Town Police) અને વાપી DySP ની ટીમને મળેલી બાતમીના આધારે ભીલાડમાં આવેલા રમેશ માઈકલના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમને વધુ તપાસ સોંપવામાં આવી છે.

Mony Mint: આવી ગયો દુનિયાનો સૌથી નાનો સ્માર્ટફોન, નેટવર્ક વિના પણ કરી શકશો CALL
 
વલસાડ (Valsad) જિલ્લા પોલીસે દમણ (Daman) થી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ફર્યું હતું. જેમાં એક બરફ લઈને જતી પિયાગો રિક્ષામાં બનાવેલા ચોર ખાનામાંથી 25 હજારના દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પિયુષ નામના ઈસમ પાસેથી માલ લીધો હોવાનું પોલીસની ટીમને જાણવા મળ્યું હતું. જે કેસમાં વાપી પોલીસે પીયૂષને સાથે રાખી દારૂનો જથ્થો ભરાવી અપનારની તપાસ હાથ ધરતા દમણના લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું. 

વલસાડ વાપી (Valsad Vapi) ટાઉન પોલીસે આરોપી પીયૂષને સાથે રાખીને દમણના ભીમપોર ખાતે માઈકલના ગોડાઉન ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 686 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાપી પોલીસે માઈકલના ગોડાઉનમાં અંદાજે 20 લાખથી વધુનો દારૂનો જથ્થો એક્સાઇઝની ટીમની મદદ વડે જપ્ત કર્યો હતો. અને રમેશ માઈકલને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

રમેશ માઈકલ ઉપર આ પહેલા ઇડી (ED) ની રેડ પડી હતી જેમાં 2 .4 કરોડ દારુ અને લક્ઝરિયસ કારના કાફલા માટે રેડ કરી હતી. જેના થી આં બુટલેગર કેટલો મોટો છે તેની જોવા જેવું છે અને ગુજરાત પોલીસ માટે આ કેટલો મોટું માથું અને મોટા ગજાનો બુટલેગર છે. 

વાપી (Vapi) ટાઉન પોલીસની ટીમને DySP વાપીની ટીમને મળેલી બાતમીના આધારે ભીલડના રમેશ માઈકલના ફાર્મ હાઉસથી માઈકલને ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લામાં માઈકલ સામે 4થી વધુ ગુનાઓમાં માઈકલ વોન્ટેડ રહી ચુક્યો છે. ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઠાલવવાના કેસોમાં માઈકલનું નામ સામે આવી ચૂક્યું છે.  DySP વાપીની ટીમે માઈકલ સામે કડક કાર્યવાહી હાથ ધરતા દમણના લિસ્ટેડ તથા નાના મોટા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

વલસાડ (Valsad) પોલીસે એક્સાઇઝ ઓફિસમાં અધિકારીઓને જાણ કરી ચેક કરતા એક્સાઇઝ બિલ મળ્યા ન હતા. જેથી એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ રમેશ માઈકલના ગોડાઉનમાં 20લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વલસાડ પોલીસે દમણ એક્સાઇઝની ટીમે સાથે ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાની એક્સાઇઝ ચોરી અટકાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news