2036ના ઓલિમ્પિકની સુરતમાં તૈયારીઓ શરૂ; સ્કૂલના વિદ્યાર્થીઓને અપાશે નેશનલ ખેલાડીઓ પહેરે એવા કપડાં-બૂટ!
ઓલમ્પિક ગેમમાં સુરતના યુવા ખેલાડીઓ પણ ભાગ લઈ મેડલ જીતે તેવી આશા સૌ કોઈમાં જોવા મળી રહી છે. ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ચેતન પટેલ/સુરત: વર્ષ 2036માં ભારતમાં ઓલમ્પિક ગેમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઓલમ્પિકને લઈને સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઓલમ્પિક ગેમમાં સુરતના યુવા ખેલાડીઓ પણ ભાગ લઈ મેડલ જીતે તેવી આશા સૌ કોઈમાં જોવા મળી રહી છે. ત્યારે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જેને લઈને યુવા ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ મળી રહેશે. શિક્ષણ સમિતિ દ્વારા 1.85 લાખ વિદ્યાર્થીઓને નેશનલ ખેલાડીઓ પહેરે તે રીતે સ્પોર્ટ કપડા અને બુટ આપશે. આ માટે રૂપિયા 21 કરોડનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું છે.
100 ગ્રામ વજને તોડ્યું ભારતનું ઓલિમ્પિક ગોલ્ડનું સપનું! ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ફોગાટ
હાલમાં પેરિસમાં ઓલમ્પિક ગેમ નું આયોજન હાથ ધરાઈ રહ્યું છે અને વર્ષ 2036 માં ભારત ઓલમ્પિક ગેમનું પ્રતિનિધિત્વ કરશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ ભેર રીતે ઓલમ્પિક જેમાં પોતાનું પ્રતિનિધિત્વ કરે તે માટે અત્યારથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે સ્માર્ટ બોર્ડ અને સ્માર્ટ શિક્ષણની સાથે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્પોર્ટ કપડાં અને બુટ પણ આપશે.
ફોગટ નહીં રમી શકે ફાઈનલ, રાતોરાત વધી ગયું વજન! ગોલ્ડનું સપનું ચકનાચૂર
આ સ્પોર્ટ કપડાં અને બુટ કોઈ સામાન્ય નહીં પરંતુ નેશનલ ખેલાડીઓ જે કપડાં અને બુટ પહેરે છે તે આપવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સુરત શહેરમાં 365 જેટલી સ્કૂલો આવી છે આ સ્કૂલોમાં 1.85 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ખેલકૂદમાં પણ આગળ વધે તેવો પ્રયાસ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યો છે.સુરત શહેર માં અલગ અલગ વિસ્તારોમાં આવેલા ગ્રાઉન્ડને પણ તૈયાર કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
સોનું ખરીદવાની સોનેરી તક! અચાનક કેમ ધડામ થયા સોનાના ભાવ? ખાસ જાણો સોનાનો લેટેસ્ટ રેટ
વિદ્યાર્થીઓને ખેલકૂદ પ્રત્યે લગાવ ઉભો થાય અને તમામ પ્રકારની જરૂરિયાત મળી રહે તે માટેના તમામ પ્રકારના પ્રયાસો અત્યાથી શરૂ કરી દેવામાં આવ્યા છે આ ઓલમ્પિક ગેમમાં સુરત વધુમાં વધુ મેડલ જીતે તેવી આશાઓ પણ સેવામાં આવી રહી છે. આ માટે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા જે પૈકી સ્પોટ કપડા માટે રૂપિયા 13 કરોડનો અને શૂઝ માટે રૂપિયા 8 કરોડનું એમ મળી 21 કરોડનો ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.
AICPIના આંકડામાં તગડો ઉછાળો, સરકારી કર્મચારીઓને જુલાઈથી આટલું મળશે મોંઘવારી ભથ્થું!