અલ્કેશ રાવ/બનાસકાંઠા : એક તરફ સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ હાલ જે પાકોના ભાવ મળી રહ્યા છે, તેમાં ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બટાટા, લસણ અને ડુંગળીના ભાવ સતત ઘટતાં ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સતત ઘટતા ભાવથી બનાસકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે. 150 રૂપિયાની આસપાસમાં પડતર ડુંગળી 30 થી 50ના ભાવોમાં ડુંગળીની ખરીદી થઈ રહી છે. ત્યારે ખેડૂતોને એક મણ દીઠ 100 રૂપિયાની નુકસાની થઈ રહી છે. ત્યારે ખેડૂતો ડુંગળીને ખેતરમાંથી કાઢવાને બદલે પશુ ઢોરને ચરાવી દે છે.


ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics


ગુજરાત સહિત બનાસકાંઠામાં પણ બટાટા, લસણ અને ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં ડીસાના ખેડુતો બટાકામાં સતત મંદીના કારણે દેવાદાર થતાં જાય છે. મોંઘા બિયારણ અને ખાતર લાવી બટાટા અને લસણ અને ડુંગળીની ખેતી કર્યા બાદ મૂડી પણ ન નીકળતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. હાલ માર્કેટમાં લસણનો હોલસેલ ભાવ પ્રતિ કિલોએ ફક્ત 12-14 રૂપિયા છે. તો લસણનો રિટેલ ભાવ 20-22 રૂપિયા છે. બટાટાના પ્રતિ કિલોએ હોલસેલ ભાવ 4-6 રૂપિયા છે, તો રિટેલ ભાવ 8-10 રૂપિયા છે. તો ડુંગળીનો હોલસેલ પ્રતિ કિલો ભાવ 7-8 રૂપિયા, અને રિટેલ 10-12 રૂપિયા ભાવ છે.


Photos: દીવ જતા આ વાતનું ધ્યાન જરૂર રાખો, નહિ તો પસ્તાવાનો વારો આવશે


ખેડૂતોને વાવણીના વળતર જેટલા ભાવ પણ મળતાં નથી. જેથી ખેડૂતો રોષે ભરાયા છે, તો બીજી બાજુ બટાકામાં સતત રહેતી મંદીના કારણે ડીસા પંથકના ખેડૂતો ખેતી છોડવાની વાત કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો દેવાના ડુંગરા તળે દબાતા આત્મહત્યા તરફ વાળવાની વાત કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સરકાર બટાકા, લસણ અને ડુંગળીને પણ સબસીડી આપે અથવા ટેકાના ભાવે ખરીદે અને યોગ્ય કૃષિનીતિ બનાવે તો જ ખેડૂત ટકી શકે તેમ છે.


Photos: વિશ્વની યુનિક ફેમિલીનું બિરુદ તો ભારતના આ જ પરિવારને મળવુ જોઈએ


ડીસા માર્કેટના આજના ભાવ : 


પ્રતિકીલો    હોલસેલ            રિટેલ
લસણ     12 -14 રૂપિયા      20-22 
બટાટા     4 -6 રૂપિયા           8-10
ડુંગળી     7 -8 રૂપિયા         10-12


ગુજરાતના વધુ ન્યૂઝ જોવા કરો ક્લિક