ઉદય રંજન/અમદાવાદ: શહેર પોલીસે "સેવા, સુરક્ષા અને શાંતિના" સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024માં ક્યારેય ન સાંભળી હોય તેવી ઘાતક આગાહી: આ વર્ષે ગુજરાતમાં લોકોના નીકળશે છોતરા!


અમદાવાદ શહેર પોલીસે "સેવા, સુરક્ષા અને શાંતિના" સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ના PSI તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે. 


'સપને નહીં હકીકત બનતે..' છેલ્લા 10 વર્ષમાં પૂરી થયેલી મોદીની ગેરંટી પર પાવરફુલ...


આ કિસ્સામાં ઇસનપુર ના PSI આકાશ વાઘેલા ઘોડાસર વિસ્તારમાં પોલીસ ચોકીમાં psi તરીકે કાર્યરત હતા. ત્યારે તેમના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આવકાર હોલ ચાર રસ્તા પર ટ્રાફિકના કારણે દબાણ થતું હોવાથી ફેરિયાઓ સાથે મળીને પોતાની ફરજ પર હતા. આ દરમિયાન ઘોડાસર પાસે આવેલ એક નર્સરી ચલાવતા મુકેશ કુશહવા નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા. પીએસઆઇ વાઘેલાએ મુકેશ કુશહવા અને રસ્તા પર ટ્રાફિક થતો હોવાથી નર્સરી હટાવી લેવા માટે આગ્રહ કર્યો. તેથી મુકેશકુમાર એ કહ્યું કે જો તેઓ નર્સરી હટાવી દેશે તો તેમના ઘરના ગુજરાતની સાથે તેમની દીકરીને બચાવી નહીં શકે ! કેમ કે સાત વર્ષની અંજુ નામની દીકરીને હૃદયમાં કાણું હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે. 


જનતાને વાયદાઓ આપવામાં અવ્વલ ગુજરાતની આ મહાનગરપાલિકાની નવી જાહેરાત; થયો મોટો વિવાદ


આ સાંભળતા જ પીએસઆઇ આકાશ વાઘેલાએ તેમની દીકરીની સારવારની ફાઈલ મંગાવી બીમારી વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જે વાત પીએસઆઇએ અંજુ નામની બાળકીની સારવાર કરવાનો બિડુ ઝડપી લીધું. જે માટે તેમને પ્રથમ તેમના ડોક્ટર મિત્રોને સંપર્ક કરી રોગની ગંભીરતા અને જાણવાનો પ્રયાસ કર્યો અને યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરો સાથે મળીને હૃદયમાં કાણા બાબતે તેનો ઈલાજ કરાવવા ની શરૂઆત કરી. 


ગુજરાતની શાંતિ ડહોળનાર વિરુદ્ધ વધુ એક ફરિયાદ, 31મી જાન્યુઆરીએ જ કર્યું હતું આ કામ!


આ દરમિયાન આ બાળકી નું સફળતા ઓપરેશન થયું અને હાલ તેની તબિયત સુધારા પણ છે. પીએસઆઈ વાઘેલાનું કહેવું છે કે તમને પણ એક બાળક છે અને પિતા તરીકે નર્સરી સંચાલકની વ્યથા સમજી શક્યા, જેથી આ બાળકી નો ઈલાજ શક્ય બન્યો. પોલીસ અધિકારી તરીકેના કાર્યને પ્રશંસા મળી રહી છે.