રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર માટે આ મંત્રીઓ મેદાને
રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં ગામે ગામ ખૂંદવા માટે તેમજ લોકોને આકર્ષવા માટે મોટા કદના નેતાઓ એટલે કે ખુદ મંત્રીઓને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આ ગણતરીના દિવસોમાં ગામે ગામ ખૂંદવા માટે તેમજ લોકોને આકર્ષવા માટે મોટા કદના નેતાઓ એટલે કે ખુદ મંત્રીઓને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે.
રાધનપુર મતક્ષેત્રના સાંતલપુર વિસ્તારમાં ખાસ કરીને માલધારી સમાજનો દબદબો રહ્યો છે અને જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી મંત્રી વાસણભાઇ આહીરે સાંતલપુર તાલુકામાં ધામા નાંખી દીધા છે. અને ઘરે ઘરે સમાજની નાની નાની સભાઓ કરવામાં આવી રહી છે તો રસ્તે મળતા લોકોને હાથ જોડીને ભાજપને વોટ આપવા વિંનતી પણ કરી રહ્યા છે. સાંતલપુર વિસ્તારમાં સરકારે નર્મદા તેમજ રોડ રસ્તાના કરેલ વિકાસના કાર્યો મંત્રી ગૌરવથી ગણાવી રહ્યા છે અને આવનાર સમયમાં હજુ પણ આ વિસ્તારમાં વધુને વધુ વિકાસ દેખાશે તેવા વચનો પણ અપાઈ રહ્યા છે.
અમદાવાદ: 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિંલિંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
રાધનપુરમાં આમતો 1997 થી ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતની ચૂંટણી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક આશાવાદી દેખવા મળી રહી છે. રાધનપુર મતક્ષેત્રમાં થયેલ ચૂંટણીના ઇતિહાસમાં રાધનપુરની પ્રજાએ આજસુધી પક્ષ પલ્ટુ નેતાને ક્યારેય જીતાડ્યા નથી. અને એટલે આ વખતે કોંગ્રેસ પાસે કોંગ્રેસ પક્ષને છોડીને ભાજપમાં ગયેલ અલ્પેશ ઠાકોરને રાધનપુરની પ્રજા હરાવશે તે આશા બંધાઈ છે અને એટલેજ આ વખતે ભાષણોમાં પણ વિકાસની ગાથાઓ સાઈડમાં રહી જાય છે અને પક્ષપલ્ટુના પ્રહાર પહેલા જોવા મળે છે.
અમદાવાદ: ગાયક ભૂમિ પંચાલનું અપહરણ કરી ખંડણી માગનાર બે બુટલેગરની ધરપકડ
નેતાઓ અને મંત્રીઓ ચૂંટણીઓ સમયે ઘેરઘેર વોટ માંગવા તો આવે છે, પરંતુ વોટ માંગવા આવ્યા સમયે મતદારો તેમની અધૂરી રહેલી માંગણીઓનો ચોપડો પણ નેતાઓ આગળ ખોલે છે, ભલે કે પછી 5 વર્ષથી કેનાલના પુલનું કામ બાકી રહેલ માંગણી હોય કે પાક વિમાની માંગણી હોય. આ તમામ બાબતો નેતાઓને યાદ કરાવવામાં આવે છે.
માત્ર 9 દિવસમાં નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી
ચૂંટણીના ગણતરીના દિવસોમાં મંત્રીઓ ભલે મેદાને ઉતરી જતા હોય અને મતો મેળવવા મેદાને ઉતરેલા મંત્રીઓ અને નેતાઓ ભલે વચનો આપીને ભૂલી જતા હોય પરંતુ પ્રજા પાંચ-પાંચ વર્ષથી બાકી રહેલા વચનો યાદ રાખે છે અને બાકી રહેલા વચનોને યાદ કરીને વોટ આપે છે.
જુઓ LIVE TV :