અમદાવાદ: 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિંલિંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચે 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિલિંગના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ઉર્ફે શકીના ભદોરિયાની મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. નરોડાના હરિદર્શન ફ્લેટ નજીક આવેલી કેવડાજીની ચાલીમાં વર્ષ 2001માં આરોપી રહેતો હતો, એ તે સમયે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પોતાની પત્નીનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતું.

Updated By: Oct 15, 2019, 09:38 PM IST
અમદાવાદ: 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિંલિંગનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

જાવેદ સૈયદ/અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે 18 વર્ષ જુના ડબલ મર્ડર વિથ ઓનર કિલિંગના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ઉર્ફે શકીના ભદોરિયાની મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાંથી ધરપકડ કરી લીધી છે. નરોડાના હરિદર્શન ફ્લેટ નજીક આવેલી કેવડાજીની ચાલીમાં વર્ષ 2001માં આરોપી રહેતો હતો, એ તે સમયે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને પોતાની પત્નીનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું હતું. આ ઉપરાંત આરોપીના કટુંબી કાકા મુનેશસિંગ ઉર્ફે મુન્નાસિંગ ઉર્ફે લલ્લુ ભદોરિયાએ પણ પોતાની પત્નીની પર શંકા રાખીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પરંતુ મુનેશસિંગની અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ગિરફતમાં ઉભેલો આ આરોપી નરેન્દ્રસિંગ ઉર્ફે પપ્પુ ભદોરિયા અને તેના કાકા મુનેશસિંગ ઉર્ફે મુન્નાસિંગ ભદોરિયા ભેગા મળીને પોત પોતાની પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. વાત માત્ર એટલી જ હતી કે, બને કાકા ભત્રીજાને પોતાની પત્નીઓના ચારિત્ર્ય ઉપર શંકા જતી હતી. જેને લઈને વર્ષ 2001ની સાલમાં નરોડા ખાતેના પોતાની ચાલી માંજ હત્યા કરી નાખી હોવાની કેફીયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે.

માત્ર 9 દિવસમાં નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

વર્ષ 2002 સીન સાલમાં દિવાળીના બીજા દિવસે નરોડાના હરીદર્શન ફ્લેટ નજીક આવેલી કેવડાજીની ચાલીમાં આ ખુનું ખેલ ખેલાયો હતો. જેમાં રાત્રે બાર વાગ્યે બંને કાકા ભત્રીજોએ નક્કી કરી લીધું કે, બંને પોત પોતાની પત્નીઓને મોતને ઘાટ ઉતારી દેવાનો કારસો ઘડી નાખ્યો હતો બાર વાગ્યાના ટકોરે કાકા મુનેશીગે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને તેની જાણ ભત્રીજાને થતા ભત્રીજાએ કાકાની મદદ લઈને નરેદ્રસિંહ ઉર્ફે પપ્પુ ભદોરિયાએ પોતાની પત્નીનું પણ કાસળ ઠંડે કાળજે કાઢી નાખ્યું હતું.

રાજકોટ: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

મૂળ મધ્યપ્રદેશના વતની અને હીરા ઘસવાનું કામ કરીને પોતાનું જીવન ગુજારનાર હવે બાકીની જિંદગી જેલના સળિયા ગણવામાં જવાની છે, કારણ કે, આરોપી નરેન્દ્રસિંહ ભદોરિયાએ પોતાની જ પત્નીને ઘાટ ઉતારી દીધી હતી. અને છેલ્લા 18 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હોવાની વાત પણ પોલીસ સ્વીકારી રહી છે. ત્યારે હાલ પોલીસે પોતાની પત્નીની હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 જુઓ LIVE TV :