વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! ગુજરાતના જળાશયો અને ડેમ છલકાયા, જાણો કયો કેટલો ભરાયો?
સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે ૧૧૫ જળાશયો ૧૦૦ ટકા ભરાયા: ૪૫ જળાશયોમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે જળસંગ્રહ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ.
Gujarat Weather 2024: ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે ૨૦૬ જળાશયોમાંથી ૧૧૫ જળાશયો સંપૂર્ણ-૧૦૦ ટકા જ્યારે ૪૫ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૧૭ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૦ ડેમમાં ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૯ ડેમમાં ૨૫ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.
શું ખરેખર ગુજરાત પર છે મોટી આફતનો ખતરો? આ સિસ્ટમ કઈ તરફ જશે? જાણો સીધી સટીક આગાહી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૮૮,૨૪૮ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૪૦,૭૭૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૯ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૮૧ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
હવે ગુજરાતમાં ખતરાને 3 કલાક જ બાકી! ફરીથી શરૂ થશે કહેર! લોકોને સતાવી રહ્યો છે આ ડર
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં ૨.૩૫ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૨.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી જળાશયમાં ૧.૬૬ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૬૬ લાખની જાવક, ઉકાઈમાં ૧.૪૭ લાખ ક્યુસેક પાણીની આવક સામે ૧.૪૭ લાખની જાવક, કડાણા જળાશયમાં ૭૧ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૯૬ હજાર ક્યુસેક પાણીની જાવક તેમજ પાનમ જળાશયમાં ૨૩ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૨ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.
ગુજરાતમાં ભાજપ નેતાના સહારે હવામાં 'ઉડતા મહંત'! યોગી ધર્મનાથ ભરાયા એક મોટા વિવાદમાં
આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૮૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૮૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં અત્યાર સુધીમાં ૮૧ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ ૨૦૭ જળાશયોમાં ૭૬ ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.