અમદાવાદમાં આખા દિવસના મેઘાડંબર બાદ સાંજે પશ્ચિમ અમદાવાદમાં તોફાની વરસાદ તુટી પડ્યો
અમદાવાદમાં સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. અચાનક આખાશ ગોરંભાયું હતું અને તોફાની પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક સ્થળો પર છાપરા ઉડવાની ઘટનાઓ બની હતી. જો કે વરસાદ પડે તે પહેલા ધુળની ડમરી ઉડતા શહેરીજનો ભારે પરેશાન થયા હતા.
અમદાવાદ : અમદાવાદમાં સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. અચાનક આખાશ ગોરંભાયું હતું અને તોફાની પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક સ્થળો પર છાપરા ઉડવાની ઘટનાઓ બની હતી. જો કે વરસાદ પડે તે પહેલા ધુળની ડમરી ઉડતા શહેરીજનો ભારે પરેશાન થયા હતા.
અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી અનુસાર સત્તાવાર ચોમાસા 10 તારીખની આસપાસ આવવાની શક્યતા છે. પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઇ ચુકી છે. જ્યારે અમદાવાદમાં પણ બે તબક્કામાં વરસાદ પડી જતા આજના તબક્કા બાદ સમગ્ર અમદાવાદમાં વરસાદ પડી ચુક્યો છે. આજે શહેરનાં એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, નારણપુરા, બોડકદેવ, મકરબા, એલિસબ્રિજ સહિતનાં પશ્ચિમ અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે 2 દિવસ અગાઉ પુર્વ અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
વટસાવિત્રી: કોરોના કહેર વચ્ચે પણ મહિલાઓએ પતિનાં લાંબા આયુષ માટે કરી પ્રાર્થના
અત્રે ઉલ્લેખનીય છે કે, નિસર્ગ વાવાઝોડાની ઘાત તો ગુજરાત પરથી ટળી ગઇ હતી પરંતુ તેના કારણે સર્જાયેલા વાતાવરણને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જ્યારે આજે અમદાવાદમાં પણ વરસાદ પડતા મધ્યગુજરાતમાં પણ શરૂઆત થઇ ચુકી છે. બીજી તરફ ગાંધીનગરમાં પણ મેઘાડંબર તો રચાઇ ચુક્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર