વડસાવિત્રી: કોરોના કહેર વચ્ચે પણ મહિલાઓએ પતિનાં લાંબા આયુષ માટે કરી પ્રાર્થના
વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઇ હતી. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. કોરોના કહેરના મુદ્દે મહિલાઓ દ્વારા પતિના દિર્ઘાયુષ્ય માટે વડની પુજા કરી છે. મહિલાઓનાં મોઢે માસ્ક બાંધીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પુજા કરી હતી.
Trending Photos
સુરત : વડસાવિત્રી વ્રતની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઇ હતી. પતિના લાંબા આયુષની કામના સાથે મહિલાઓ વડસાવિત્રીનું વ્રત કરતી હોય છે. કોરોના કહેરના મુદ્દે મહિલાઓ દ્વારા પતિના દિર્ઘાયુષ્ય માટે વડની પુજા કરી છે. મહિલાઓનાં મોઢે માસ્ક બાંધીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પુજા કરી હતી.
મહિલાએ જણાવ્યું કે, પતિને ન માત્ર લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય પરંતુ તે કોરોના સંક્રમણથી પણ બચી રહે તે માટે કામના કરી હતી. પુજારીઓએ પણ મહિલાઓને દુર દુર બેસાડીને પુજા કરાવી હતી. શહેરનાં વિવિધ વિસ્તારોમાં મહિલાઓ વહેલી સવારથી જ પુજા અર્ચના માટે ભીડ જોવા મળી રહી હતી.
વડની પુજામાં કોરોનાનું ગ્રહણ
કોરોનાના કહેર વચ્ચે વડસાવિત્રી વ્રતની પુજા કરાઇ છે. સૌભાગ્યવતી મહિલાઓએ પુજા અર્ચના કરી પોતાનાં પતિ માટે લાંબા આયુષની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરો બંધ હોવાને કારણે મહિલાઓને વડલાની પુજા કરવામાં ભારે તકલીફ પડી હતી. બહાર બગીચાના વડલાઓની પુજા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે