Gujarat Rain: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાન વિભાગે હજું આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગ


ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 6-5 ઇંચ વરસાદ, રાજકોટના કોટડા સાંગાણીમાં છ ઇંચ વરસાદ ખાબકયો છે, જ્યારે કચ્છના અબડાસમા પાંચ ઇંચ વરસાદ, દ્વારકાના ખંભાળિયામાં પણ દે ધનાધન પાંચ ઇંચ વરસાદ, રાજકોટના ઉપલેટામાં પણ પાંચ ઇંચ, જુનાગઢના વંથલીમાં ચાર ઇંચ વરસાદ, રાજકોટના ગોંડલમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 


ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, 12 જેટલા લોકોના મોત, દિલ્હીમાં તૂટ્યો 41 વર્ષનો રેકોર્ડ


સાંતલપુરમાં છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ વરસાદ
સવારથી જ પાટણ વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે. પાટણના સાંતલપુરમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સાંતલપુરમાં છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જો હજુ લાંબો સમય વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વણસી શકે છે.


આવતીકાલથી ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા, જાણો સમગ્ર કાર્યક્રમ


ભારે વરસાદથી નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહી પંથકમાં નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહીના કાદીસરા તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે. તળાવનું પાણી બેક મારતા લોકોના ઘરો સુધી પાણી પહોચ્ચું છે. હજુ પણ ધીમીધારે અવિરત વરસાદ યથાવત છે. 


માથે ભસ્મ, ગળામાં રૂદ્રાક્ષ, જટાઓ ખોલી 'ભોલે બાબા' બન્યો Akshay Kumar


ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોંડલના અલગ અલગ પુલોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા છે. ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.


સુરત પોલીસની આ કામગીરી માટે તાળીઓનું સન્માન પણ ઓછુ પડશે, રસ્તે ભટકતા માજીને ઘર આપ્યુ


ખંભાળિયા શહેરમાં છેલ્લા 4 કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદ
દ્વારકા જિલ્લા મથક ખંભાળીયામાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ખંભાળિયા શહેરમાં છેલ્લા 4 કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખંભાળીયામાં છેલ્લા 4 કલાકમાં 123 એમએમ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા શહેરને જોડતા તમામ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે  વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


50 વર્ષે પણ ચહેરા પર દેખાશે 25 જેવી રોનક, આ રીતે દિવસ દરમિયાન પાણી પીવાનું શરુ કરો