Rajkot Fire Tragedy: રંગીલા રાજકોટિયન્સ માટે શનિવારનો દિવસ કાળો સાબિત થયો કેમ કે કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં અચાનક આગ ફાટી નીકળી અને જોતજોતામાં 30 સેકંડમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ અને 28 નિર્દોષ લોકો આગમાં હોમાઈ ગયા. રાજકોટમાં આવેલા ગેમઝોનમાં કઈ રીતે આગ લાગી? તંત્રની કઈ ઘોર બેદરકારીનો મોટો ખુલાસો થયો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું સુરત જોઈ રહ્યું છે રાજકોટ જેવા અગ્નિકાંડની રાહ? સામે આવ્યો વધુ એક 'લાક્ષાગૃહ'


વિસ્તારમાં આવેલાં TRP ગેમ ઝોનમાં સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા. જોત-જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યુ અને વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો. આપણે ઉનાળાની ગરમીમાં 45 ડિગ્રી ગરમીમાં પણ બહાર નીકળતા નથી અને હીટવેવની બુમાબુમ કરતા હોઈએ છીએ. એ આગમાં 800થી 850 ડિગ્રી તાપમાન પેદા થયું હશે એ ભૂલકાંઓએ એ ડિગ્રી તાપમાનને કેવી રીતે સહન કર્યું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. કેટલાક મૃતદેહ તો અડધા બળી ગયા હતા. લાશો ઓળખવી મુશ્કેલ બની ગઈ હોવાથી સરકાર ડીએનએ કરી રહી છે. તમે વિચારો કે એમને એ આગને કેવી રીતે સહન કરી હશે. 


કાળઝાળ ગરમી સરકારને આભારી! 2870 ચો કિમી. ટ્રી કવર ઘટ્યું, આટલા વૃક્ષો કપાયા


હજુ તો આગના સમાચાર જ આવ્યા હતા. ત્યાં સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સાયરનો વાગવા લાગી  અને સાંજ થતાં-થતાં સુધીમાં તો 28 નિર્દોષ લોકોના મોતના સમાચારે રાજકોટને સુન્ન કરી દીધું.  ચાલતી-ભાગતી જિંદગી પર અચાનક બ્રેક લાગી ગઈ અને આખા વાતાવરણમાં સૂનકાર ધીમા પગલે ફેલાઈ ગયો. મોતને ભેટેલા તમામ લોકો બાળકો સાથે ગેમઝોનમાં ગેમ રમવા માટે આવ્યા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ ગેમ બની રહેશે. હજુ તો ગેમિંગ ઝોનમાં રમતા હતા ત્યાં અચાનક આગ લાગી અને તેઓ કોલસામાં ફેરવાઈને બહાર આવ્યા.


ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ


પોતાનો દીકરો કે સ્વજન ઘરે ન પહોંચતા પરિવારના લોકો ટીઆરપી ગેમઝોન અને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમના સમાચાર જાણીને પરિવારના લોકોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું. ઘટનાની જાણ થતાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં તેમણે ભ્રષ્ટ તંત્ર સામે ભયંકર આક્રોશ ઠાલવ્યો.


Stocks to BUY: 30 દિવસમાં બની શકો છો અમીર, આ 2 Stocks કરી લો BUY, જાણો ટાર્ગેટ ડીટેલ


સાંજ થતાં-થતાં સુધીમાં ગેમઝોનમાં આગકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં સામે આવ્યું કે ગેમઝોનમાં જનરેટર માટે 2000 લીટર ડીઝલ રાખ્યું હતું. ગો કાર રેસિંગ માટે 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કર્યુ હતું. એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર 6થી 7 ફૂટનો 1 દરવાજો હતો. TRP ગેમઝોનમાં 99 રૂપિયાની સ્કીમ જાહેર કરવામાં આવી હતી. જ્વલનશીલ પદાર્થ છતાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું.


જૂનમાં શુક્ર, શનિ સહિત 6 મોટા ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય


રાજકોટમાં છેલ્લાં 2 વર્ષથી ટીઆરપી ગેમ ઝોન ધમધમતો હતો છતાં પણ તંત્રના સત્તાધીશોએ તેમની પાસે ફાયરની NOC છે કે નહીં તે અંગે ક્યારેય તપાસ કરી નહીં. જેના કારણે તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીંયા વિકરાળ આગ લાગી અને 28 લોકોનો જીવ લઈને ઝંપી.