જૂનમાં શુક્ર, શનિ સહિત 6 મોટા ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે થશે ધનલાભ

June Grah Gochar 2024: જૂન મહિનામાં મંગળ, યુરેનસ એટલે કે વરૂણ, શુક્ર, બુધ અને સૂ્ય ગ્રહનું ગોચર થવાનું છે. તો શનિદેવ કુંભ રાશિમાં વક્રી થવાના છે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.
 

જૂનમાં શુક્ર, શનિ સહિત 6 મોટા ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે થશે ધનલાભ

નવી દિલ્હીઃ વૈદિક પંચાગ અનુસાર જૂનમાં 6 ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. જેમાં સૌથી પહેલા 1 જૂને ગ્રહોના સેનાપતિ મંગળ મેષ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ યુરેનસ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. સાથે 12 જૂને ભૌતિક સુખ સુવિધાના સ્વામી શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ ગ્રહોના રાજકુમાર 14 જૂને મિથુન રાશિમાં ગોચર કરશે તો 29 જૂને મિથુનથી કર્ક રાશિમાં ભ્રમણ કરવા જશે. 

તો માન-સન્માનના કારક સૂર્ય દેવ પણ 15 જૂને મિથુન રાશિમાં સંચરણ કરશે. ત્યારબાદ મહિનાના અંતમાં 29 જૂને શનિ ગ્રહ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં વક્રી થશે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ તે રાશિઓ કઈ છે. 

મેષ રાશિ
જૂનમાં થનાર છ ગ્રહોની ચાલમાં ફેરફાર તમારા માટે શુભ સાબિત થશે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થશે. સાથે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારા અધુરા કાર્ય પૂરા થશે. સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. તમને કરિયરમાં સફળતા મળશે અને પ્રોફેશનલ લાઇફમાં નવી તક મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે. 

વૃષભ રાશિ
તમારા લોકો માટે 6 ગ્રહોની ચાલમાં ફેરફાર લાભદાયક રહેવાનો છે. આ દરમિયાન ઘર-પરિવારમાં ધાર્મિક કે માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે અને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. નોકરી કરનાર જાતકોનું કરિયર મજબૂત થશે અને પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ વધશે. સાથે જે લોકો વેપાર કરે છે તેને આ દરમિયાન સારો ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થશે. 

સિંહ રાશિ
છ ગ્રહોના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકોને અનુકૂળ સમય રહી શકે છે. આ દરમિયાન તમને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં લાભ પ્રાપ્ત કરવાની ઘણી તક મળશે અને કમાણીની તક મળશે. આ દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમારા માન-સન્માનમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુદાર થશે. આ દરમિયાન તમે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. 
 
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news