land on Moon : એક પતિએ તેની પત્નીને જન્મદિવસ પર નાની મોટી ગિફ્ટ નહીં પરંતુ ચંદ્ર ઉપર જમીનનો ટુકડો ખરીદી આપ્યો. આ અનોખો કિસ્સો છે રાજકોટનો... જ્યાં ચેતન જોશીએ તેની પત્ની ખુશી જોશી માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. પતિએ એક એકર જમીનની ખરીદી માટે 3.5 લાખ ચૂકવ્યા હતા. જ્યારે ચંદ્રયાન -3 લોન્ચ થયું ત્યારે ચેતન જોશીને ત્યાં જમીન લેવાનો વિચાર આવ્યો હતો અને આખરે જમીન લઇને પત્નીને સરપ્રાઇઝ આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિએ આપેલી સરપ્રાઇઝથી પત્ની પણ ખૂબ ખુશ જોવા મળી હતી. પત્નીને જન્મ દિવસની ગિફ્ટ આપવા માટે રાજકોટના યુવાને ચંદ્ર પર જમીન ખરીદી છે. આજે જ્યારે ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટના યુવાને અનોખું સાહસ કર્યું છે. ચંદ્રાયાન-3 લોન્ચ થયું ત્યાર બાદ યુવકને આ વિચાર આવ્યો હતો. 15 દિવસ પહેલા ચેતન જોશીએ પોતાની પત્ની ખુશી જોશીને ગિફ્ટ આપવા જમીન ખરીદી છે. ચેતન જોશીએ એક એકર જમીન ખરીદી છે. એક એકર જમીન રૂપિયા 3.50 લાખમાં ખરીદી છે. પતિનાં સરપ્રાઈઝ ગિફ્ટથી પત્ની ખૂબ જ ખુશ થઈ છે. 


અમદાવાદના નવા મેયર કોણ બનશે, આ નામ છે સૌથી વધુ ચર્ચામાં, મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ


રાજકોટના યુવાએ યુએસની કંપનીને અરજી કરી અને 15 દિવસની જ કાર્યવાહી પૂર્ણ કરી હતી. બાદમાં નાસામાં તેમને પેમેન્ટ કરીને તેને પોતાની પત્નીને  1 એકર જમીન ગીફ્ટ આપી છે. જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા છે. 


અનેક એવી વેબસાઈટ છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરતી આવી છે, પરંતુ ખરેખર ચંદ્રની માલકી માટે જમીન કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વનો હોય છે. આમ તો ભારત દેશે ધી આઉટર સ્પેસ ટ્રીટી નામની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. પરંતું કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષમાં પોતાનો દાવો કરી શકશે નહીં. સૌથી વધુ દેશોના આ સમજૂતી પર હસ્તાક્ષર છે. જોકે આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે રીતે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરતા હોય છે.


ગુજરાતમાંથી એકાએક ગાયબ થયો વરસાદ, આગામી 5 દિવસ માટે આવી છે ભયાનક આગાહી