ગુજરાતમાંથી એકાએક ગાયબ થયો વરસાદ, આગામી 5 દિવસ માટે આવી છે ભયાનક આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાંથી ગાયબ થયો વરસાદ, આ પાછળ શું કારણ છે અને કેવી છે હવામાન વિભાગની આગાહી, જાણો
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાંથી એકાએક વરસાદ ગાયબ થઈ ગયો છે. લોકો વરસાદની કાગડોળ રાહ જોઈ રહ્યાં છે. આવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર એક વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેને કારણે આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે