ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસતી જઈ રહી છે. સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટરનો એક વીડિયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છ. ત્યારે એક વૃદ્ધનું લાઈવ મોત કેમેરામાં કેદ થયું છે. કોરોના દર્દીને બે કલાક સુધી કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે ન લેવામાં આવતા તેમણે એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધનો જીવ બચાવવા છાતી પર પમ્પિંગ પણ કર્યું હતું, પણ તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યો હતો. સમરસ હોસ્ટેલમાં સ્ટાફની અછત હોવાથી દર્દીઓને એડમિટ ન કરતા હાલાકી હોવાનો વીડિયો સામે આવ્યો છે. 


રાત પડતા જ સુરતના સ્મશાન ગૃહોના દ્રશ્યો બદલાઈ જાય છે, એકસાથે 25 લોકોના અગ્નિદાહ કરાય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં હોસ્પિટલો એટલી હાઉસફુલ થઈ રહી છે કે, દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવી પડી છે. તેનો પુરાવો આપતો વીડિયો સામે આવ્યો છે. એક જ એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધા અને વૃદ્ધને સાથે સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ તેમાં વૃદ્ધ દર્દીની હાલત બગડી હતી. આ જોઈ એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરત મદદે દોડી આવ્યા હતા. વૃદ્ધ દર્દીને સ્ટ્રેચર પર સૂવાડવામાં આવ્યા હતા. ડ્રાઈવરે તેમને પમ્પિંગ પણ કર્યું હતું પણ ત્યાં સુધી તોવ વૃદ્ધ દર્દીએ દમ તોડ્યો હતો. 


પુત્રએ પિતાને શોધવા આકાશ-પાતાળ એક કરી નાંખ્યા, છેલ્લે કોવિડ કેર સેન્ટરના બાથરૂમમાં મૃત મળ્યાં


રાજકોટમાં કોરોનાથી મોતનો આંક ગંભીર બની રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં વધુ 6 સ્મશાનમાં કોરોના દર્દીઓને અંતિમસંસ્કાર માટે આપી મંજુરી આપવામાં આવી છે. પોપટપરા, રૂખડિયાપરા, નવા થોરાળા, રૈયા ગામ, મુંજકા અને કોઠારિયા સ્મશાનમાં હવે કોરોનાની ગાઇડ લાઇન મુજબ મૃતદેહોના અંતિમ સંસ્કાર થશે.


તો રાજકોટ જિલ્લામાં કોરોનાનો અજગર ભરડો જોવા મળ્યો છે. 24 કલાકમાં 45 દર્દીઓના મોત થયા છે. રાજકોટ જિલ્લાની અતિ ગંભીર સ્થિતિ બની છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 45 દર્દીઓના મોત થયા છે. મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.


સ્વાર્થી ડ્રાઈવર અકસ્માત બાદ ફસાયેલા 50 મુસાફરોને છોડીને ભાગી ગયો, સ્થાનિકોએ કાચ તોડીને બચાવ્યો જીવ