દિવ્યેશ જોશી/રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મકાન ખરીદવા બાબતે વધુ મુદત મળે તે હેતુથી યુવકે લૂંટનું તર્કટ રચ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગણતરીની જ મિનિટોમાં ભક્તિનગર પોલીસે લૂંટનું તર્કટ રચનારા યુવકને ઝડપી પાડ્યો છે. ત્યારે કઈ રીતે યુવકનો ભાંડો ફૂટ્યો, તે ખરેખર પોલીસ પણ જાણીને વિચારમાં પડી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસ કંટ્રોલરૂમને એક ફોન મળ્યો હતો કે મિલપરા વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. રૂપિયા 30 લાખની લૂંટનો બનાવ બન્યો હોવાના કારણે ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, ડીસીપી તેમજ જેસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જ્યારે લૂંટ ની ઘટના જે યુવક સાથે બની હતી તે મંથન સાથે વાતચીત કરી તો ખબર પડી કે લૂંટ જેવું કશું બન્યું જ નથી. ત્યારે પોલીસે બનાવ વાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો લૂંટ જેવી ઘટના બની જ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે પ્રાથમિક વિગતો મેળવવા માટે મંથન અને તેના કાકા જગદીશભાઈની પૂછપરછ શરૂ કરી હતી. જે પૂછપરછમાં પોલીસને શંકા જતા જ ગણતરીની મિનિટોમાં કાકા ભત્રીજા પોપટની જેમ બોલવા માંડી લૂંટ થઈ જ ન હોવાનું જણાવ્યું હતું.


આનંદીબેન અને રૂપાણી ગયા ફેલ હવે ભૂપેન્દ્ર પટેલે સળગતું પકડયું, સરકાર માટે ચેલેન્જ


શું બનાવી હતી ઘટના?
મંથન નામની વ્યક્તિએ પોતે યસ બેન્કમાંથી લાખોની રકમ ઉપાડી તેનું પેમેન્ટ મિલપરા નગર વિસ્તારમાં આપવા આવતો હોવાનું જણાવ્યું હતું. તે જ્યારે મિલપરાનગર વિસ્તારમાં આવી રહ્યો હતો. ત્યારે ડિસ્કવર બાઇકમાં બે જેટલા વ્યક્તિઓ તેનો પીછો કરી રહ્યા હતા. તે જ્યારે મિલપરાનગર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ડિસ્કવર બાઇકમાં આવેલા બે વ્યક્તિ હોય તેને પછાડીને તેની પાસે રહેલ રોકડ રકમનો થેલો ઝૂંટવી લીધો હતો.


ગુજરાતમાં હવે PI માંથી DYSPના પ્રમોશન આપવાની તૈયારીઓ શરૂ, આ રહી 120 અધિકારીઓની યાદી


હાલ તો ગુનાના કામે પોલીસે માત્ર મંથનની જ અટકાયત કરી છે. તેમજ મળતી માહિતી મુજબ મંથને મીલપરાનગર વિસ્તારમાં એક મકાન લેવાનું નક્કી કર્યું હતું. સુરેશભાઈ નામની વ્યક્તિ પાસેથી મકાન લેવાનું નક્કી કર્યું હતું. મંથને સુરેશભાઈ ને કહ્યું હતું કે તેની લોન થઈ જતા તે મકાન બાબતનું પેમેન્ટ કરી આપશે. પરંતુ મંથનનો સિબિલ સ્કોર ખરાબ હોવાના કારણે કોઈ બેંક તેને જરૂરિયાત મુજબની રકમની લોન આપી નહોતી રહી. ત્યારે તેના મકાનનો સોદો રદ ન થાય અને એક મહિનાની વધુ મુદત મળી જાય તે હેતુથી આજરોજ મંથને ખોટા લૂંટનું નાટક રચ્યું હતું. 


ખેડૂતોને બખ્ખાં! ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેતીની જમીનનો હવે શરૂ થશે રિ-સર્વે


જેમાં પોલીસે પ્રાથમિક પૂછપરછમાં શંકા જતા તેમજ મંથને બાઈક પર પૈસાની બેગ લઈને આવ્યો હોવાનું કબૂલ્યું હતું પરંતુ સીસીટીવીમાં ક્યાંય પણ બેગ ન દેખાતા પોલીસ તેની આગવી ઢબે સરભરા કરતા મંથન પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને કબુલાત આપી હતી કે મકાન માલિક પાસેથી એક મહિનાનો વધુ સમય મળી જાય. જે સમય દરમિયાન તે કોઈને કોઈ બેંક પાસેથી લોન મેળવી લેવાનું ઇચ્છતો હતો. પરંતુ મંથનને ખબર નહોતી કે તે જે ખોટું નાટક ઘડી રહ્યો છે. તેનાથી તેને મકાન નહીં પરંતુ જેલની પ્રાપ્તિ થશે.