ગુજરાતમાં હવે PI માંથી DYSPના પ્રમોશન આપવાની તૈયારીઓ શરૂ, આ રહ્યું 120 અધિકારીઓની લિસ્ટ!
રાજ્યમાં જે તે જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આઠ વર્ષથી વધુ અનુભવ થયો હોય તેવા 120 જેટલા પી આઈ કક્ષાના અધિકારીઓની માહિતી મંગાવવામાં આવી છે. 120 જેટલા પી આઈ કક્ષાના અધિકારીઓની માહિતી માંગવામાં આવી છે.
Trending Photos
ગાંધીનગર: રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીઆઇમાંથી ડીવાયએસપીના પ્રમોશન આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં જે તે જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આઠ વર્ષથી વધુ અનુભવ થયો હોય તેવા 120 જેટલા પી આઈ કક્ષાના અધિકારીઓની માહિતી મંગાવવામાં આવી છે.
120 જેટલા પી આઈ કક્ષાના અધિકારીઓની માહિતી માંગવામાં આવી છે, તેમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકેના કાર્યકાળની વિગતો, ખાતાકીય તપાસ ચાલતી હોય કે કોર્ટ કેસ થયો હોય તો તેની વિગતો પણ માંગી છે. સીસીસીની પરીક્ષા પાસ કરી છે કે કેમ અને 50 વર્ષની વય થઈ હોય અને સીસીસીમાંથી મુક્તિ હોય તો તેની પણ વિગતો માંગવામાં આવી છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાત દિવસની અંદર આ વિગતો મોકલી આપવા દરેક જિલ્લા પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. આ તમામ વિગતોના આધારે લાયકાત ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપી તરીકેના પ્રમોશન આપી શકાય તેમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે