RAJULA માં પ્રતિષ્ઠિત કંપનીના મેનેજર પર હૂમલો કરનારા રીઢા ગુનેગારોને ઝડપી લેવાયા
રાજુલાનાં હિંડોરણા ચોકડી નજીક 4 દિવસ પહેલા ખાનગી કંપનીના મેનેજર ઉપર હુમલાની ઘટના પરથી રાજુલા પોલીસે આજે પડદો ઊંચક્યો છે. 3 આરોપીની ધરપડક કરતા હિસ્ટ્રી શીટર ગુન્હેગારને કોન્ટ્રાકટ નહિ આપતા હુમલો કર્યાનું ખુલતા રાજુલા પીપાવાવ કોસ્ટલ ઉધોગ ગૃહોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
કેતન બગડા/અમરેલી : રાજુલાનાં હિંડોરણા ચોકડી નજીક 4 દિવસ પહેલા ખાનગી કંપનીના મેનેજર ઉપર હુમલાની ઘટના પરથી રાજુલા પોલીસે આજે પડદો ઊંચક્યો છે. 3 આરોપીની ધરપડક કરતા હિસ્ટ્રી શીટર ગુન્હેગારને કોન્ટ્રાકટ નહિ આપતા હુમલો કર્યાનું ખુલતા રાજુલા પીપાવાવ કોસ્ટલ ઉધોગ ગૃહોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
નાગરિકો જાય તો જાય ક્યાં? ગાડીઓના ટેક્સમાં 2 લાખ રૂપિયા સુધીનો અસહ્ય વધારો
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હવે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તાર મોટો ઈન્ડરસ્ટ્રી જોન બની રહ્યો છે કેમ કે અહીં 5 થી વધુ મહાકાય મોટા ઉધોગ ધમધમી રહ્યા છે. જેના કારણે અહીં વાંરવાર કોન્ટ્રાકટ લેવા બાબતે ધમાલો થાય છે. ભૂતકાળમા પણ અનેક મોટા માથાઓના નામ ખુલી ચુક્યા છે, ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટનાનુ પુર્નરાવર્તન થયુ છે. ગઈ 26 ઓગસ્ટ 4 દિવસ પહેલા જાફરાબાદ તાલુકામા આવેલ સ્વાન એનર્જી કંપનીમા પેટામા ધરતી નામની ખાનગી કંપનીના મેનેજર ધનંજય રેડ્ડી રાજુલા તરફ કાર લઈ આવી રહ્યા હતા. જ્યારે હિંડોરણા ચોકડી નજીક પહોંચતા કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા કાર પર તોડફોડ કરી આ પરપ્રાંતી ઓફિસર ધનજય રેડ્ડી પર હુમલો કર્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા થતા રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જ્યારે રાત્રે ધનંજય રેડ્ડી પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલો કરતી વખતે મોઢે બાંધી આવી માર મારી ફરાર થઈ જતા આરોપીઓની ઓળખ થઈ ન હતી. જેના કારણે રાજુલા પોલીસ સહિત અલગ પોલીસની ટીમો દ્વારા તેમની ખૂબ શોધખોળ હાથ ધરી અને ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી જ્યારે આ ઘટના ડિટેક્ટ કરવી પોલીસ માટે ખૂબ પડકાર હતી. તેમ છતા 4 દિવસ દોડધામ કરી આખી ઘટના પરથી પડદો ઊંચકી લેવાયો છે.
જાણી લો ક્યારે ક્યાં મેઘરાજા પધારશે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હુમલાની ઘટનાને લઈ રાજુલા જાફરાબાદ પીપાવાવ ઉધોગ ગૃહોમા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. રાજુલા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરી. જેમા હુમલા સમયે ટ્રેકટર ચાલક પતરા લઈ ઉભો હતો તે કેમ રસ્તામા આડા પતરા રાખ્યા આ શંકાના આધારે રાજુલા પોલીસે તે ટ્રેકટર ચાલકની લખમણ વાવડીયાની પૂછપરછ હાથ ધરી આ તપાસમાં આ ટ્રેકટર ચાલક લખમણ વાવડીયા વિરુદ્ધ પણ અગાવ ડબલ મડરમા સંડોવાયેલો હતો. જેના કારણે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા કબૂલાત આપી અન્ય ત્યારબાદ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી.
AHMEDABAD માં કાયદો વ્યવસ્થાની ખસ્તા હાલત, સામાન્ય તકરારમાં હત્યાના બનાવથી ચકચાર
તપાસ બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2 આરોપીઓ હજી પણ ફરાર છે. આરોપીઓમાંથી લખમણ, નરેશ, જીવણ રાજુલા નજીક 2015 માં 1 યુવકની હત્યા કરી ચુક્યા છે. જ્યારે ફરાર આરોપી કનુ લાખણોત્રા વિરુદ્ધ અગાવ 307 ફરજમાં રૂકાવટ મળી ટોટલ 9 જેટલા જુદા જુદા ગુન્હા પોલીસ સ્ટેશનમા નોંધાયેલા છે.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાના ચિંથરે હાલ, અમદાવાદના પોશ વિસ્તારમાં પરિવારને બંધક બનાવી લૂંટ
જ્યારે રાજુલા પોલીસ દ્વારા 3 આરોપીને પકડી પાડતા તેમને કબૂલાત આપી છે. હિસ્ટ્રી શીટર કનુ લાખણોત્રાના કહેવાથી હુમલો કર્યો હતો. કંપનીમા કોન્ટ્રાકટ કામ નહીં આપતા હોવાને કારણે હુમલો કર્યો છે. જ્યારે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો કનુ લાખણોત્રા રાજકીય માણસ હોવાનુ પણ પોલીસ તપાસમા ખુલ્યુ છે. જ્યારે સમગ્ર ઘટના ને લઈ અન્ય કોઈ વધુ આરોપીની સંડોવણી છે કે કેમ? તે બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ...
લક્ષમણ સાદુળ વાવડીયા રે હિંડોરણા
નરેશ અરજણ વાવડીયા રે કાગવદર
વાજસુર વીરા વાઘ રહે રામપરા - 2
ફરાર આરોપી...
જીવણ વાવડીયા હીડોરણા
કનુ બાબુ લાખણોત્રા જૂની બારપટોળી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube