ગુજરાતમાં કાયદો વ્યવસ્થાના ચિંથરે હાલ, અમદાવાદના પોશ વિસ્તારમાં પરિવારને બંધક બનાવી લૂંટ

શહેરના શેલા બોપલ વિસ્તારમાં આવેલા sky city ટાઉનશીપમાં લૂંટની ઘટના સામે આવી છે. સ્કાય સીટી ટાઉનશીપની અંદર આવેલ arcus સોસાયટીના બંગલા નંબર 98માં લૂંટારુઓએ બંગલામાં ઘૂસી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સ્કાય સીટીના Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં ગત રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે પરિવારનાં સભ્યો ઘોર નિદ્રામાં હતા તે વખતે ચાર જેટલા શખ્સો બંગલાની દીવાલ પ્રવેશ કર્યો હતો. બંગલામાં પ્રવેશ કરવા માટે કોઈ જગ્યા ન મળતાં લૂંટારુએ લોખંડની જાળીનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. જોકે પરિવારને જાણ થતાં બેટરી કરીને જોતા લૂંટારુઓએ હથિયાર બતાવીને પહેરેલા દાગીના પડાવી લીધા હતા. ધમકી આપીને લૂંટારાઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાના ચિંથરે હાલ, અમદાવાદના પોશ વિસ્તારમાં પરિવારને બંધક બનાવી લૂંટ

ઉદય રંજન/અમદાવાદ : શહેરના શેલા બોપલ વિસ્તારમાં આવેલા sky city ટાઉનશીપમાં લૂંટની ઘટના સામે આવી છે. સ્કાય સીટી ટાઉનશીપની અંદર આવેલ arcus સોસાયટીના બંગલા નંબર 98માં લૂંટારુઓએ બંગલામાં ઘૂસી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સ્કાય સીટીના Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં ગત રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે પરિવારનાં સભ્યો ઘોર નિદ્રામાં હતા તે વખતે ચાર જેટલા શખ્સો બંગલાની દીવાલ પ્રવેશ કર્યો હતો. બંગલામાં પ્રવેશ કરવા માટે કોઈ જગ્યા ન મળતાં લૂંટારુએ લોખંડની જાળીનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. જોકે પરિવારને જાણ થતાં બેટરી કરીને જોતા લૂંટારુઓએ હથિયાર બતાવીને પહેરેલા દાગીના પડાવી લીધા હતા. ધમકી આપીને લૂંટારાઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.

જોકે લુંટારુઓની લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ લૂંટ કરવા માટે ગાડી લઇને આવ્યા હતા. હાથમાં આઇ વોચ પણ પહેરી હોવાની સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. લૂંટ કરનાર તમામ આરોપીઓ ૨૫ થી ૩૯ વર્ષની ઉંમરનાં હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. લૂંટ કરનાર આરોપીઓના સીસીટીવી જોતા કોઈ ગેંગનાં સભ્યો ન હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, બોપલ વિસ્તારમાં ૨ મહિનામાં ફરી એક વખત આવા પ્રકારની લૂંટની ઘટના સામે આવી છે.

હાલ તો પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ શેલા બોપલમાં બનેલી આ ઘટનાને પગલે ફરી એક વખત પોલીસના રાત્રી પેટ્રોલિંગની સામે સવાલો ઉભા થઇ રહયા છે. જોકે આ ચોરી સહીત લૂંટના ગુનાના આરોપીઓને શોધી નાખવા માટે એલસીબી અને એસઓજી તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટિમો કામે લાગી ચૂકી છે. જોવું એ રહ્યું કે કેટલી જલ્દી પોલીસ આરોપીઓને પકડવામાં સફળ નીવડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news