અતુલ તિવારી/ ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને લઇને આ વખતે 23 જૂને રથયાત્રા મંદિર પરિસરમાં યોજાવાની છે. જેને લઇને આજે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. ભગાવન જગન્નાથને સોનાનો વેશ ધારાણ કરાવવામાં આવ્યો છે અને ભક્તો પણ મનોહર રૂપમાં દર્શન કરવા ઉમટ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથજી બાદ સુભદ્રાજી અને ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ પણ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો છે. જેને લઇ આખું મંદિર પરિસર તેમજ આસપાસનો વિસ્તાર પોલિસ છાવણીમાં ફેરવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભગવાન જગન્નાથે ધારણ કર્યો સોનાવેશ,જગન્નાથ મંદિરમાં પહોંચી બોમ્બ સ્કવોડની ટીમ


23 જૂને રથયાત્રાને લઇને આજે જગન્નાથ મંદિરે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જેને લઇ આખું મંદિર પરિસર તેમજ આસપાસનો વિસ્તાર પોલિસ છાવણીમાં ફેરવાયો છે. સેક્ટર 1 DCP અમિત વર્મા પણ જગન્નાથ મંદિર પહોંચ્યા અને તમામ સુરક્ષા બંદોબસ્તનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારે મંદિર તરફ આવતા તમામ માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યા છે. મંદિરની આસપાસની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી છે. મંદિરના દ્વારા ફી એકવાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.


આ પણ વાંચો:- અમદાવાદ: 142 વર્ષની પરંપરા તુટશે, આ પ્રકારે કરવામાં આવશે રથયાત્રાનું આયોજન


મંદિર તરફ જવાના તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાડવામાં આવ્યા છે અને તમામ રસ્તાઓને વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તમામ સુરક્ષા બંદોબસ્તનું નિરિક્ષણ બાદ ભગવાન જગન્નાથ બાદ બીજો રથ સુભદ્રાજીનો મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો છે. ત્યારબાદ ત્રીજો રથ ભાઈ બલભદ્રનો પણ મંદિર પરિસરમાં લવવામાં આવ્યો છે. ત્રણેય રથ પર ઘુમટ મુકવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- મંત્રી કુમાર કાનાણીના ઘરમાં કોરોના પહોંચ્યો, જયંતિ રવિએ લીધી સુરતની મુલાકાત


જો કે, રથ એસોસિએશનના પ્રમુખ મફતભાઈ ખલાસીએ દુ:ખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે રથયાત્રા ગત વર્ષોની જેમ નહીં નીકળી શકે જેનો અફસોસ છે. દર વર્ષે 1200 જેટલા ખલાસીઓ દ્વારા ત્રણેય રથ ખેંચવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે આ વર્ષે 30 જેટલા ખલાસીઓ રથ મંદિર પરિસરમાં ખેંચશે. ત્રણેય રથને મંદિર પરિસરમાં 7 રાઉન્ડ ફેરવવામાં આવશે. આ વર્ષે અમે રથના માધ્યમથી ભગવાનને નગરચર્યા કરાવીએ કદાટ એવી ભગવાનની ઇચ્છા નહીં હોય.


આ પણ વાંચો:- ગુજરાત હવે કોરોના મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં


અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થાય છે તે અમદાવાદનો કોટ વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં જ કોરોના બેકાબુ છે જેના કારણે અનેક વિસ્તારો તો હાલ પણ કન્ટેઇમેન્ટ ઝોનમા આવે છે. એટલે સુધી કે જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે જમાલપુરને કોરોનાનુ એપીસેન્ટર માનવામાં આવતું હતું. પ્રથમ તબક્કામાં કોરોના ત્યાં બેકાબુ હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube