મંત્રી કુમાર કાનાણીના ઘરમાં કોરોના પહોંચ્યો, જયંતિ રવિએ લીધી સુરતની મુલાકાત
Trending Photos
ચેતન પટેલ/સુરત :રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીના ઘરમાં કોરોના પહોંચ્યો છે. મંત્રી કુમાર કાનાણીના પુત્રવધુ કોરોના સંક્રમિત થયા છે. જેઓની હાલ સુરત ખાતે સારવાર ચાલી રહી છે. મંત્રી કાનાણી છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જ રહે છે. તો બીજી તરફ, સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી આજે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના પોઝિટિવ દર્દીઓની સતત વધી રહેલા આ કેસોને ધ્યાનમાં રાખી તમામ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે સુપરસ્પ્રેડની સંભાવનાઓની શક્યતા વ્યક્ત કરી હતી અને પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત ઓછી કરવા અંગે ઈશારો આપ્યો હતો.
આજે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે આવ્યા હતા. કોરોના દર્દીઓની વધી રહેલી સંખ્યાના કારણે સરકારી હોસ્પિટલોની સાથે પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો કરવા અંગેની તૈયારી તેઓએ જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે, ખરાબ પરિસ્થિતિમાં પણ સારી રીતે કરી શકાય એ માટે પ્રાઈવેટ હોસ્પિટલો સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યા છે. સુરતના કિરણ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સાથે પણ હાલ સંકલન થઇ રહ્યું હોવાનું જયંતિ રવિએ જણાવ્યું હતું.
રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?
સુરતમાં ખાસ કરીને કતારગામમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે. જેમાં રત્ન કલાકારોને વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જે અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ત્યાં હાલ સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી છે. મેડિકલ તપાસ સહિત સ્ક્રીનિંગની કામગીરી પણ વધારવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું છે. સાથે આયુષ મંત્રાલય દ્વારા જે દિશા નિર્દેશને દવાઓ અંગે જાણકારી આપવામાં આવી છે તે પણ આપવામાં આવી રહી છે. વધુમાં અન્ય રાજ્યની મુકાબલે ગુજરાતમાં પ્રાઇવેટ લેબમાં કોરોના ટેસ્ટિંગની કિંમત વધારે હોવા પર તેઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે તેની લેખિતની રાહ સરકાર જોઇ રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવશે. ત્યારબાદ આ ટેસ્ટની કિંમત ઓછી કરવા અંગે તજવીજ હાથ ધરાશે.
ગુજરાત ATS નું મોટું ઓપરેશન સફળ, હેરાફેરી કરતા 9 આરોપીને 54 હથિયારો સાથે પકડ્યા
સુપરસ્પ્રેડરની સંભાવનાઓ અંગે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધારે લોકો જ્યારે સંપર્કમાં આવે ત્યારે તેની શક્યતા વધી જાય છે. જેથી સ્ક્રિનિંગ સર્વેલન્સ વધારવાની જરૂરિયાત છે અને કોરોનાના લક્ષણો દેખાતા સમયસર સારવાર આપવામાં આવે. સુરત સિવિલમાં કોરોના વોર્ડની ખરાબ પરિસ્થિતિ અંગે તેઓએ જણાવ્યું હતું કે, સિવિલના ડોકટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. જેથી કરી તેઓને બચાવી શકાય. લોકો સારવારમાં વિલંબ ના કરે અને તાત્કાલિક સારવાર કરાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે