અમદાવાદ : રાજ્યમાં મેઘ કહેર યથાવત્ત છે.સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 234 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધારે મહેસાણાના બેચરાજી તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથમાં 3થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 93 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 57 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની ગુનાની દુનિયામાં ફેમસ છે જય-વીરુની આ જોડી, તેમના નામે છે મોટા કારનામા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે 24 કલાકમાં 225 તાલુકાઓમાં અડધાથી 6 ઇંચ જેટલો વરાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે મહેસાણાના સતલાસણા તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર બાદ અરવલ્લી, મહિસાગર, દેવભુમિ દ્વારકા, પંચમહાલ, તાપી, સુરત, સાબરકાંઠા, દાહોદ, પોરબંદર, જુનાગઢ, ખેડા, બનાસકાંઠા, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ મોડી રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. 


ગીરગઢડામાં આસમાની આફત વરસી, 5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે દાંતા અને અમીરગઢમાંથી પસાર થતી મોટી નદીઓનાં જળસ્તરમાં વધારો થયો છે. જેથી બનાસકાંઠાના કલેક્ટર દ્વારા તે વિસ્તારમાંથી પસાર થતી નદીઓના કિનારે આવેલા પ્રવાસધામનો પ્રવાસ હાલ પુરતો ટાળવા તમામ નાગરિકોને વિનંતીી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર