ધર્મજમાં આજે ફેરમતદાન, EVM-VVPAT પાસે અંધારુ હોવાથી મતદારો ગૂંચવાયા
આણંદના સોજીત્રાના ધર્મજમાં આજે ફેર મતદાન યોજાઈ રહ્યું છે. 23 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં થયેલા મતદાન સમયે ધર્મજ ગામના બુથ નંબર 8 પર સવારે 10 વાગ્યા સુધીમાં 10.51% મતદાન નોંધાયું હતું.
રવિ અગ્રવાલ/આણંદ :આણંદના સોજીત્રાના ધર્મજમાં આજે ફેર મતદાન યોજાઈ રહ્યું છે. 23 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં થયેલા મતદાન સમયે ધર્મજ ગામના બુથ નંબર 8 પર સવારે 10 વાગ્યા સુધીમાં 10.51% મતદાન નોંધાયું હતું. અહીં સવારથી જ મતદારોની લાઈન જોવા મળી હતી. 23 એપ્રિલના રોજ થયેલા મતદાનની જેમ જ આજે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
Pics : કેટરીના કરતા પણ વધુ ચર્ચાઈ ચૂંટણીમાં દેખાયેલી આ પીળીસાડીવાળી મહિલા, જાણો શું છે હકીકત
મતદાન સમયે સમસ્યા
આણંદ લોકસભા બેઠક પર ફેર મતદાન સમયે સમસ્યા ઉભી થઈ રહી છે. મતદાન મથક પર લાઈટ નથી. મતદાન મથકમાં અંધારુ હોવાથી મતદારોને હાલાકી પડી રહી છે. ઈવીએમ અને વીવીપેટ મશીન પાસે જ અંધારુ હોવાથી મતદારો ગૂંચવાયા છે.
Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી ગુજરાતની આ માતાને સો સો સલામ
ઉલ્લેખનીય છે કે, બૂથ નંબર 8 બોગસ મતદાન થયું હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરાતાં વેબ કાસ્ટિંગમાં શંકાસ્પદ મતદાન થયાનું સામે આવ્યું હતું અને જનરલ ઓબ્ઝર્વરે પણ ચૂંટણી પંચને સોંપેલા રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ફરી ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના બાદ 884 મતદારો સવારે 7થી 6 વાગ્યા સુધી મત આપી શકશે. આ મતદાન મથક ખાતે કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ આજે મતદાન યોજાઈ રહ્યું છે. સાંજે 6-00 વાગ્યા સુધી મતદાન ચાલશે. મતદાન મથકે પેરામિલેટ્રી ફોર્સના જવાનો અને પોલીસનું સઘન ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે. મતદારોના મોબઈલ ફોન જમા કરાવવામાં આવ્યા છે.