રાહત કમિશ્નરની પત્રકાર પરિષદ, ગુજરાતમાં વરસાદી હાહાકાર વચ્ચે સબ સલામત હોવાનો દાવો
ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ચોતરફ હાહાકાર છે. સામાન્ય નાગરિક પરેશાન છે. ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાનાં કારણે પરેશાન છે. તેવામાં રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં સબ સલામત હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવે વરસાદની સંભાવના ઓછી છે. સપ્ટેમ્બર મધ્ય ભાગ સુધી ઓછો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 120 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 255 ટકા વરસાદ થયો છે. જ્યારે ઉત્તરગુજરાતમાં 104 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. આજ સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક 172 તાલુકા માં વરસાદ નોંધાયો છે. 5 તાલુકા માં 2 ઇંચ થી વધુ વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમ 81 ટકા જળ સંગ્રહ થયો હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ચોતરફ હાહાકાર છે. સામાન્ય નાગરિક પરેશાન છે. ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાનાં કારણે પરેશાન છે. તેવામાં રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં સબ સલામત હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવે વરસાદની સંભાવના ઓછી છે. સપ્ટેમ્બર મધ્ય ભાગ સુધી ઓછો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 120 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 255 ટકા વરસાદ થયો છે. જ્યારે ઉત્તરગુજરાતમાં 104 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. આજ સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક 172 તાલુકા માં વરસાદ નોંધાયો છે. 5 તાલુકા માં 2 ઇંચ થી વધુ વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમ 81 ટકા જળ સંગ્રહ થયો હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ મનપા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા તમામને ક્વોરન્ટાઇન થવા અપીલ
11 લાખ ક્યુસેક પાણીની આવક હાલ થઈ રહી છે. ઉપરવાસમાં ઇન્દિરા સાગરમાંથી પાણી છોડાઈ રહ્યું છે તેમાં ઘટાડો થયા છે જે એક પ્રકારે રાહતના સમાચાર છે. 205 જળાશયો માં 82 ટકા જળ સંગ્રહ કરવામાં આવ્યો છે. 156 ડેમો હાઈ એલર્ટ પર વહી રહ્યા છે. ચોમાસા સિઝનમાં 27507 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પુરની સ્થિતિમાં NDRF ની ટિમ તૈનાત છે. ભરૂચ 2 અને વડોદરા માં 1 ટિમ હતી. હાલ આ અંગે કુલ 13 ટીમો કામગીરી કરી રહી છે. 11 ડેમો એલર્ટ પર અને 11 વોર્નિંગ લેવલ પર છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 24,203 લોકો સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ATM સ્વેપિંગ મશીન મુકી ઠગાઇ કરતો આરોપી ઝડપાયો, મોટાભેદ ખુલવાની શક્યતા
નર્મદાના કાંઠે 49 ગામો 9794 છેલ્લા 3 દિવસ માં સ્થળાંન્તર કરાયા છે. છેલ્લા 3 દિવસમાં 12 લોકોનાં મૃત્યુ થયા છે. 271 રસ્તાઓ બંધ થયા છે. જેમાં કચ્છના 1 નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે. 146 પશુઓ છેલ્લા 3 દિવસમાં મોત થયા છે. માછીમારો માટે દરિયો ખેડવા કોઈ ચેતવણી નથી. સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ કાર્ય કરવામાં આવી રહ્યું છે. 99.51 ટકા વિસ્તાર માં વાવેતર થયું છે. સારા વરસાદના કારણે વાવણી સારી થઇ છે. જો કે પાછોતરા વરસાદના કારણે ઘણો પાક નિષ્ફળ પણ ગયો છે. કૃષિ નુકશાન માટે સર્વે કામગીરી ચાલી રહી છે. કૃષિ નુકશાની નો સર્વે 15 દિવસ મા પૂર્ણ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર