હિતલ પારેખ/અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે કોરોનાના ગંભીર દર્દીઓને યોગ્ય સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય છે. કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન સંજીવની સાહિત થયું છે. તો આવા ઇન્જેક્શન બધા દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થાય અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે તેની કિંમત નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં હવે આ ઇન્જેક્શન માત્ર 2800 રૂપિયામાં મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 2800માં મળશે ઇન્જેક્શન
રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. પરંતુ કોરોનાના ઘણા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના જે દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂર પડે તો તેને વધારે રૂપિયા ખર્ચ ન કરવા પડે અને સરળતાથી ઇન્જેક્શન મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. હવે આ ઇન્જેક્શન કોરોના દર્દીઓને માત્ર 2800 રૂપિયામાં મળે તે નિર્ણય લેવામાં આવ્યો છે. 


Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતો 75 હજારને પાર  


ગુજરાતની કંપનીએ બનાવ્યું ઇન્જેક્શન
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડીલાએ રેમડેક નામનું ઇન્જેક્શન બનાવ્યું છે. જે કોરોનાના દર્દીઓને મદદરૂપ સાબિત થવાનું છે. ઝાયડસ કેડીલા કંપની એક મહિનામાં 6 લાખ ઇન્જેક્શનનું ઉત્પાદન કરવાની છે. તો બ્યુટીક લાઇફ સાયન્સ કંપની પણ 3 લાખ ઇન્જેક્શનનું ઉત્પાદન કરશે. રાજ્યમાં દર મહિને 9 લાખ ઇન્જેક્શનનું ઉત્પાદન થતાં દર્દીઓને કોઈ મુશ્કેલી પડશે નહીં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube