Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતો 75 હજારને પાર

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 હજાર 482 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 2733 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 હજાર 439 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે.   

Updated By: Aug 13, 2020, 07:35 PM IST
Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ, 18 મૃત્યુ, કુલ સંક્રમિતો 75 હજારને પાર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિન પ્રતિદિન મોટો વધારો થઈ રહ્યો છે. હવે દરરોજ 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે વધુ 18 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં સારવાર બાદ છેલ્લા 24 કલાકમાં વધુ 1046 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 હજાર 482 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 2733 પર પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 58 હજાર 439 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1092 કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ 181 કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાં 143, વડોદરા શહેરમાં 87, સુરત ગ્રામ્યમાં 70, રાજકોટ શહેરમાં 63, જામનગર શહેરમાં 36, અમરેલીમાં 33, રાજકોટ ગ્રામ્ય 32, ગીર સોમનાથ 29, ભાવનગર જિલ્લામાં 40, દાહોદ અને મોરબીમાં 25-25 અમદાવાદ ગ્રામ્ય અને પંચમહાલમાં 23-23, કચ્છ અને વડોદરા ગ્રામ્યમાં 22-22, મહેસાણામાં 20 કેસ સામે આવ્યા છે. 

રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં મોટો વધારો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 50,817 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે એક રેકોર્ડ છે. ગઈકાલે પણ 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં પ્રતિ દિવસ એક મિલિયનની વસ્તીએ 781.80 ટેસ્ટ થઈ રહ્યાં છે. 

ગુજરાતમાં રિકવરી રેટ 77.42 ટકા
રાજ્યમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 58 હજાર 439 લોકો સાજા થઈ ગયા છે. આમ રિકવરી રેટ 77.42 ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 14 હજાર 310 છે, જેમાં 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 11 લાખ 59 હજાર 822 ટેસ્ટ થયા છે. આજની તારીખે રાજ્યમાં 4 લાખ 88 હજાર 700 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube