અતુલ તિવારી/ અમદાવાદ: ધોરણ 10 ના રેગ્યુલર બાળકોને (Std. 10th) માસ પ્રમોશન આપ્યા બાદ હવે રીપીટર વિદ્યાર્થીઓને (Students) પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજ્ય સરકારને (Gujarat Government) પત્ર લખવામાં આવ્યો છે. અંદાજે 3.50 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) મળવું જોઈએ તેવી માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાસ્કર પટેલે જણાવ્યું કે, કોઈપણ નીતિ એક વર્ગના તમામ બાળકો માટે એકસમાન હોવી જોઈએ. સરકારે (Gujarat Government) અંદાજે 10 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Students Mass Promotion) આપ્યું તો રીપીટર બાળકોને પણ પ્રમોશન આપવું જ જોઈએ. રીપીટર વિદ્યાર્થીઓ (Repeater Students) જુદા જુદા કારણોસર પરીક્ષા આપતા હોય છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં 1.29 લાખ ડેથ સર્ટિફિકેટ અને મોતના આંકડામાં અસમાનતા મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ કરી સ્પષ્ટતા


ગુજરાતમાં બે પ્રકારની શૈક્ષણિક સંસ્થા છે, જેમાં નેશનલ ઓપન સ્કૂલ અને ગુજરાત ઓપન સ્ફુલ. જે રીપીટર બાળકોને માસ પ્રમોશન મળે એવા બાળકોની માર્કશીટમાં રિમાર્ક લખી શકાય કે આપને ધોરણ 11માં પ્રવેશ નહીં મળે અને એવા બાળકો ગુજરાત ઓપન સ્ફુલ કે નેશનલ ઓપન સ્કૂલમાં અભ્યાસ કરી આગળનો અભ્યાસ ચાલુ રાખી શકશે.


રાજ્ય સરકારે 10 લાખ બાળકોને માસ પ્રમોશન આપ્યું છે ત્યારે આપણી પાસે હાલ 5.50 લાખ બાળકોને જ ધોરણ 11માં પ્રવેશ આપી શકાય એવી વ્યવસ્થા છે. એવામાં હાલ જે શાળામાંથી વિદ્યાર્થી પાસ થયો છે, એ જ શાળામાં ધોરણ 11માં તેને પ્રવેશ મળે એવી નીતિ બનાવવી જોઈએ.


આ પણ વાંચો:- ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી


આ વખતે એડમિશનના નિયમ બદલવા પડે એ અંગે સરકારે જલ્દી નિર્ણય લેવો જોઈએ. જે સ્કૂલમાં ધોરણ 11 ના વર્ગ નથી તે સ્કૂલમાં બે વર્ષ માટે ધોરણ 11 અને ત્યારબાદ ધોરણ 12ના વર્ગો માટે સરકાર પરવનાગી આપે. ગુજરાતમાં 4300 શાળાઓ જ એવી છે જેમાં ધોરણ 11 ના વર્ગ છે.


રમણભાઈ વોરા જ્યારે મંત્રી હતા તેમણે કાયદો બનાવ્યો હતો કે ધોરણ 10 ની શાળાને પૂર્ણ શાળા બનાવવામાં આવશે. એ નિયમ હેઠળ વધુમાં વધુ શાળાને ધોરણ 11ના વર્ગની પરવાનગી આ વર્ષે આપવી પડે તો સરકારે ઝડપથી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ, જેથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ લેવા માગતા બાળકો સરળતાથી પ્રવેશ મેળવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube