ચેતન પટેલ/સુરત: ક્યારેક ક્યારેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે તમે સાંભળશો તો તમને પણ વિશ્વાસ નહીં થાય. રાજ્યમાં અનેક એવા કેસ પોલીસ ચોપડે નોંધાય છે, પરંતુ તેવા કેસોમાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કે તેમાં કોઈ ઉકેલ મળતો નથી. પરંતુ સુરતનો આ કિસ્સો બિલકુલ અલગ છે. સુરતમાં એક વૃદ્ધ વેપારીએ મોર્નિંગ વોકમાં નીકળેલા કમિશનરને કરેલી વિનંતી આખરે તેમણે સાંભળી છે અને પોતાના ભત્રીજાની ખોવાયેલી બેગ તેમને શોધીને આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે મોર્નિંગ વોકમાં નીકળેલા પોલીસ કમિશનરને સુરતના એક વૃદ્ધ વેપારીએ ‘તમે પોલીસ કમિશનર છો’ એવું પૂછીને પોતાના ભત્રીજાની ખોવાયેલી બેગ પરત અપાવવા વિનંતી કરી હતી. જેણા કારણે પોલીસ કમિશનર દ્વારા આ ઘટનામાં ગંભીરતાથી ધ્યાન આપીને સીસીટીવીના આધારે બેગ શોધી કાઢી છે. આ કિસ્સો છે ઉમરા પોલીસ સ્ટેશનનો... જેમાં ઉમરા પોલીસે સીસીટીવી આધારે માત્ર 2 જ દિવસમાં વૃદ્ધ વેપારીના ભત્રીજાની ખોવાયેલી બેગ પરત અપાવી છે. ઉમરા પોલીસે સીસીટીવી ચેક કરતા સ્પષ્ટ થયું હતું કે એક રિક્ષાવાળો એક બેગ ઊંચકતો દેખાયો હતો. પોલીસે પછી રિક્ષાના નંબરના આધારે તેની ઓળખ કરીને તેની પાસેથી બેગ મેળવી હતી.


Gujarat Election પહેલા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો


આ કિસ્સામાં પોલીસ કમિશનર અજય તોમર શનિવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે એક વૃદ્ધ વેપારી મળ્યા હતા. જેમણે ‘તમે પોલીસ કમિશનર છો, એવું કહ્યું હતું કે ‘મારો ભત્રીજો કારમાં એરપોર્ટ જતો હતો ત્યારે બેગ પડી ગઈ છે, મળી શકે છે?’ આવું કહીને સમગ્ર ઘટનાની હકીકત જણાવી હતી. કમિશનરે બાદમાં ઉમરા પોલીસના ઇન્સ્પેક્ટરને તપાસ કરવાનું જણાવ્યું હતું. 


અહીં વિદ્યાર્થીઓ ભૂલ કરે તો ખુદને જ સજા આપે છે શિક્ષકો! ક્યાંય નહીં જોઈ હોય આવી શાળા અને આવા નિયમો!


ત્યારબાદ સમગ્ર તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને સીસીટીવી ફૂટેજને ખંખોગળતા વૃદ્ધનો ભત્રીજો અઠવાલાઈન્સ વિસ્તારમાંથી જ્યારે નીકળ્યો ત્યાંથી તેની કારની ડીકીમાંથી બેગ પડતી દેખાઈ હતી. ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં એક રિક્ષાવાળો આ બેગ ઊંચકતો દેખાયો હતો. રિક્ષાના નંબરના આધારે ખબર પડી કે તે બનારસી પાંડે નામનો ચાલક હતો. તેની પોલીસે પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ રિક્ષાવાળાએ રસ્તા પરથી મળેલી બેગ ટ્રાફિક ચોકી પર આપી હોવાની કબૂલાત કરી હતી.


ટ્રિપલ તલાકના કાયદાથી બચવાનો જુગાડ શોધ્યો! નરાધમો માસૂમ દીકરીઓ સાથે અપનાવી રહ્યા છે નવી મોડ્સ ઓપરેન્ડી


ઉમરા પોલીસે રિક્ષાવાળાને સાથે રાખીને ટ્રાફિક ચોકી પર તપાસ કરતા આ બેગ આપી હોવાનું સ્વીકાર્યું હતું. બેગમાં રોકડ અને બાળકના સ્કૂલને લગતા ડોક્યુમેન્ટ હતા. જોકે આખરે આ બેગ મળી જતાં પરિવારે પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube