અહીં વિદ્યાર્થીઓ ભૂલ કરે તો ખુદને જ સજા આપે છે શિક્ષકો! ક્યાંય નહીં જોઈ હોય આવી શાળા અને આવા નિયમો!
જોકે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આ સજા આપવાના બદલે અનોખી સજા આપવાનું નક્કી કર્યું છે. સ્કૂલે મોડા આવનાર, યુનિફોર્મ વગર આવનાર તેમજ homework વગર આવનાર વિદ્યાર્થીઓને કડવો લીમડાનો રસ પીવડાવવામાં આવે છે. કે જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સામાન્ય રીતે જો કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં મોડો પહોંચે, હોમ વર્ક ના કર્યું હોય ,ધમાલ કરતો હોય અથવા તો યુનિફોર્મ વગર સ્કૂલે પહોંચે તો શિક્ષક અથવા તો આચાર્ય તેને માર મારતા હોય છે તેમજ ઉઠક બેઠક કરાવી શિક્ષા આપતા હોય છે જો કે સુરતની એક એવી સ્કૂલ છે જે આવા વિદ્યાર્થીઓને અનોખી રીતે સજા આપે છે વિદ્યાર્થીઓને માર મારવાના બદલે તેમને લીમડાનો કડવો રસ પિવડાવી તેમનું સ્વસ્થ સારું રાખવાનો પ્રયાસ કરે છે.
સામાન્ય રીતે તમામ સ્કૂલોમાં જો કોઈ વિદ્યાર્થી સ્કુલ એ મોડો પહોંચે અથવા તો homework વગર શાળામાં જાય તો તેને માર મારવામાં આવતો હોય છે અથવા તો તેને બેનચીસ પરથી નીચે બેસાડી દેવામાં આવતો હોય છે. જોકે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આ સજા આપવાના બદલે અનોખી સજા આપવાનું નક્કી કર્યું છે. સ્કૂલે મોડા આવનાર, યુનિફોર્મ વગર આવનાર તેમજ homework વગર આવનાર વિદ્યાર્થીઓને કડવો લીમડાનો રસ પીવડાવવામાં આવે છે. કે જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે.
આ સાથે વિદ્યાર્થી કોઈ ભૂલ કરે તો પોતાનામાં જ કંઈક ઉણપ રહી ગઈ હોય તે સમજીને સ્કૂલના આચાર્ય પોતાને જ સજા આપે છે. સ્કૂલના આચાર્ય 51 કલાક સુધી રેંટિયો કાતતા હોઈ છે, 15 દિવસ સુધી સ્કૂલે બુટ ચપલ વગર આવતા હોય છે તેમજ 3 દિવસ સુધી મૌન રહી પોતાને સજા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે