રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલે વાલીઓ પાસે માંગી ફી, જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠવી નોટીસ
એક તરફ લોકડાઉન છે બીજી તરફ લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે કેટલાક શાળા સંચાલકો ભાન ભૂલી અને વાલીઓ પાસે ફી ની માંગ કરી રહ્યા છે. રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલ દ્વારા પણ વાલીઓ પાસે ફીની માંગ કરતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા નોટિસ પાઠવી પરિસ્થિતિ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી કોઇ પાસે ફી ન માંગવા સૂચના આપવામાં આવી છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: એક તરફ લોકડાઉન છે બીજી તરફ લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે કેટલાક શાળા સંચાલકો ભાન ભૂલી અને વાલીઓ પાસે ફી ની માંગ કરી રહ્યા છે. રાજકોટની મોદી સ્કૂલ બાદ RKC સ્કૂલ દ્વારા પણ વાલીઓ પાસે ફીની માંગ કરતી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા નોટિસ પાઠવી પરિસ્થિતિ રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી કોઇ પાસે ફી ન માંગવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ ખાનગી શાળા સંચાલક ના પ્રમુખ અજય પટેલ એ જણાવ્યું હતું કે રાજકોટની બે ખાનગી શાળા ફી માટે વાલીને ફોર્સ કરતા હોવાની ફરિયાદ મળતા સંચાલક મંડળ એ નોટિસ પાઠવી છે. સાથ સાથ જ્યાં સુધી પરિસ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી ફી ન લેવા નિર્ણય કર્યો છે. ઉપરાંત હાલમાં વેકેશનનો સમય હોવાથી JEE અને NEET સિવાય કોઈ પણ શાળાએ ઓનલાઈન કલાસીસ પણ ન ચલાવવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે રાજકોટની મોદી સ્કૂલ હર હમેશ સરકાર ના નિયમોને ઘોડી પી જતી હોય છે અને વિવાદોના ઘેરામાં રહેતી હોય છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં શા માટે નથી આવતી તે પણ એક સવાલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube