રાજકોટઃ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. રાજકીય પાર્ટીઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body election) માટે તૈયાર થઈ ગઈ છે. તો ચૂંટણી પંચે પણ તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે. રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation) ની ચૂંટણી પણ યોજાવાની છે. અહીં કુલ 18 વોર્ડમાં 72 બેઠકો આવેલી છે. રાજ્યમાં છ મહાનગર પાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં તંત્રએ શરૂ કરી તૈયારી
આ વખતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટમાં મહાનગર પાલિકાની ચૂંટણી માટે તંત્ર અંતિમ ઓપ આપી રહ્યું છે. અહીં મત ગણતરી માટે છ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. દરેક કેન્દ્રો પર ત્રણ વોર્ડની મત ગણતરી હાથ ધરવામાં આવશે. તો રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટમાં કુલ 982 મતદાન મથકો છે. 


આ પણ વાંચોઃ રાજકોટમાં ચૂંટણી પહેલા મહિલાઓ રણચંડી બની, સશક્ત મહિલાઓને ઉમેદવાર બનાવવાની ઉઠી માંગ 


રાજકોટમાં આ કેન્દ્રો પર હાથ ધરાશે મતગણતરી
વોર્ડ 1 થી 3 ના 184 મતદાન મથક માટે વીરબાઈ મહિલા કોલેજ.
વોર્ડ 4 થી 6 ના 140 મતદાન મથક માટે ચૌધરી હાઈસ્કૂલ 
વોર્ડ 7 થી 9 ના 174 મતદાન મથક માટે વિરાણી હાઈસ્કૂલ.
વોર્ડ 10 થી 12 ના 170 મતદાન મથક માટે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ.
વોર્ડ 13 થી 15 ના 152 મતદાન મથક માટે પી.ડી.માલવીયા કોલેજ.
વોર્ડ 16 થી 18 ના 162 મતદાન મથક માટે રણછોડદાશજી બાપુ કોમ્યુનિટી હોલ.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube