ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે ગુજરાતના રાજવી પરિવારની એક સદીનો અંત થયો છે. રાજ્યના મોરબી જિલ્લામાં આવેલાં વાંકાનેરના સ્ટેટ એટલેકે, ત્યાંના મહારાજા તેમજ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂકેલાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહજી ઝાલાનું 88 વર્ષની વયે નિધન થયું છે. 3 એપ્રિલ 2021ને શનિવારના રોજ મોડી રાત્રે બીમારીના કારણે તેમનું અવસાન થયું છે. આ સમાચાર મળતાની સાથે જ રાજવી પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. આજે બપોરે 2 વાગ્યે રણજીત વિલાસ પેલેસ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળશે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છેકે, આ ઉપરાંત ગુજરાતના જાણિતા કવિ અને ગઝલકાર ખલીલ ધનતેજવીનું પણ આજે અવસાન થયું છે.


ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ કહેવાતા ખલીલ ધનતેજવીના ચૂંટેલા શેર 10 શેર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંદાજે 500 વર્ષ પહેલાં મચ્છુ નદીના કાંઠે વાંકાનેર શહેરની સ્થાપના ઝાલા વંશના રાજવી દ્વારા કરવામાં આવી હતી. તેમના વંશજ અને મોરબીના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાના પિતા પ્રતાપસિંહ ઝાલાએ પણ મોરબીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. ત્યાર બાદ દિગ્વિજયસિંહ ઝાલા વાંકાનેરના મહારાજા બન્યા અને તેમણે પણ આ શહેરના વિકાસમાં વિશેષ ફાળો આપ્યો. દિગ્વિજયસિંહ ઝાલા રાજકીય ક્ષેત્રે ખુબ સક્રિય રહ્યાં. પહેલાં તેઓ વાંકાનેરના ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં અને ત્યાર બાદ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનાં સાંસદ તરીકે પણ ચૂંટાયાં. સાંસદ બન્યા બાદ તેઓ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી જેવી મહત્વની પદવી પર પણ રહ્યાં. મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાને ઘોડેસવારી અને તલવારબાજીનો ખુબ જ શોખ હતો. આ ઉપરાંત તેઓ ખુબ જ મિલનસાર અને સેવાભાવિ સ્વભાવ ધરાવતા હતાં. તેમનો પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ હાલ ભાજપમાં સક્રિય નેતા છે. 


ખલીલ ધનતેજવી આ રચનાઓને કારણે હંમેશા માટે અમર થઈ ગયા...હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી... 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube