પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યભમાં વિરોધ વચ્ચે આજે સુરતમાં પરસોત્તમ રૂપાલા નાં સમર્થનમાં સ્નેહમિલન યોજાયો છે. અહીં રૂપાલાએ સભામાં મોદી સરકારનો વિરોધ કરતા વિરોધીઓ પર શબ્દોનાં બાણ વરસાવ્યાં હતા. સુરતમાં યોજાયેલા સંમેલનમાં જણાવ્યું હતું કે તમારા એક મતથી ભારતની તાકાત વધી છે. ફરી એકવાર વિરોધીઓના હેઠા પાડો હાથ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધંધૂકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન; જાણો રૂપાલા વિવાદમાં કયા અગ્રણીએ શું આપ્યું નિવેદન


રૂપાલાએ સભામાં વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ રાજકોટ લોકસભામાંથી લોકો સાથે મારો સ્વાદ થાય એટલા માટે આ કાર્યકમ રખાયો છે. સરકારની યોજનાની વાતો નહિ કરાવી પણ મતદાનની તાકત વાતો કરવી છે. ગુજરાત દેશની અંદર બદલાવ આવ્યાં છે. તમારા એક મતના કારણે 50 કરોડ લોકોને સુવિધા મળે છે. 


આ તારીખો નોંધો! ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નીકળી જવાના છે ભૂક્કા, એપ્રિલ રહેશે ભયાનક!


મોટા વરાછા ગોપી ફાર્મમાં સુરતમાં રહેતા રાજકોટ, ચૂસ્ત પડધરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદણ, આટકોટ સહિતના ગામોનાં લોકો સાથેનો કાર્યક્ર્મ યોજયો હતો. જેમાં પરસોતમ રૂપાલા સહિત ધારાસભ્ય પૂર્વ કેન્દ્રીય રાજ્ય રેલ્વે મંત્રી દ્વારા તમામને રાજકોટ જઈ સમયસર મતદાન કરવા અપીલ કરી હતી. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલન યોજાતા ક્ષત્રિય સમાજ દ્વારા સ્નેહ મિલન પહેલા વિરોધ નોંધાયો હતો. 


કપડવંજમાં વિશ્વઉમિયાધામનું મહાસંમેલન; દેવુસિંહે કહ્યું; 'પાટીદારોએ મને ઘણું આપ્યું'


થોડા દિવસ પહેલા  કેન્દ્રીય મંત્રી, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીને લઈને રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પરસોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સુરતના મોટા વરાછા ગોપીન ફાર્મમાં સ્નેહમિલન યોજાયું હતું. 


આ નંબરો પરથી WhatsApp Call આવે તો થઈ જજો સાવધાન, જોતા જ કરો રિપોર્ટ


સમાજના આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાલા નું સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલનમાં રાજકોટનાં વતની સુરતમાં વસતા મતદારોને મત કરવાની અપીલ સાથે કોંગ્રેસને આડે હાથ લીધી હતો. કેન્દ્ર સરકારના વિવિધ યોજનાઓ ની માહિતી આપવાની સાથે  પ્રધાનમંત્રીના વૈશ્વિક કક્ષાના વખાણ કરી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.