ખેડાના કપડવંજમાં વિશ્વઉમિયાધામનું મહાસંમેલન; દેવુસિંહ ચૌહાણે કહ્યું; 'પાટીદારોએ મને ઘણું આપ્યું છે'

દેવુંસિંહ ચૌહાણે કહ્યું કે પાટીદાર સમાજે મને ઘણું બધું આપ્યું છે. હું આ સમાજ પાસે કંઈ માગવા નથી આવ્યો છતા મને ઘણું બધું આપે છે. વિશ્વઉમિયાધામ મંદિરએ સનાતન ધર્મનું પ્રતિક બની રહેશે. પ્રભુ શ્રી રામના મંદિર બાદ વિશ્વઉમિયાધામ વિશ્વભરમાં ભારતની અને સનાતન ધર્મની ઓળખ પ્રસ્થાપિત કરશે. 

ખેડાના કપડવંજમાં વિશ્વઉમિયાધામનું મહાસંમેલન; દેવુસિંહ ચૌહાણે કહ્યું; 'પાટીદારોએ મને ઘણું આપ્યું છે'

ઝી બ્યુરો/અમદાવાદ: ખેડા જિલ્લામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-ખેડા જીલ્લા સંગઠન દ્વારા કપડવંજમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વે સમાજના 15 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. આ મહાસંમેલનના અધ્યક્ષ તરીકે વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને કપડવંજના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડાના મહાસંમેલન અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે વિશ્વઉમિયાધામ મંદિરએ આધ્યાતિમકતા સાથે રાષ્ટ્રચેતનાનું કેન્દ્ર બનશે. અહીં ન માત્ર પાટીદારો પરંતુ સર્વ સમાજની આસ્થાનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે રાષ્ટ્રચેતના ઉજાગર કરી કામ કરી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતના યુવાનોએ પણ પોતાનામાં રાષ્ટ્રચેતના જાગૃત કરી કામ કરવું જોઈએ. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલની પ્રતિમા અને પ્રતિભા રાષ્ટ્ર જ નહીં વિશ્વભરમાં ઉજાગર કરી છે.

વિશ્વઉમિયાધામના મહાસંમેલનમાં પધારેલા કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે કહ્યું કે પાટીદાર સમાજે મને ઘણું બધું આપ્યું છે. હું આ સમાજ પાસે કંઈ માગવા નથી આવ્યો છતા મને ઘણું બધું આપે છે. વિશ્વઉમિયાધામ મંદિરએ સનાતન ધર્મનું પ્રતિક બની રહેશે. પ્રભુ શ્રી રામના મંદિર બાદ વિશ્વઉમિયાધામ વિશ્વભરમાં ભારતની અને સનાતન ધર્મની ઓળખ પ્રસ્થાપિત કરશે. 

ઉલ્લેખનીય છે કે, જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ-જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની "નવમી અજાયબી" સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે. 

મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા - એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે. ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news