Saurastra University Paperleak દિવ્યેશ જોશી/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણને110 દિવસ વિત્યા છતાં હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આ મુદ્દો ઉઠાવીને કહ્યું કે, જુનિયર કલાર્કની પરીક્ષામાં પેપર લીક થાય તો ફરિયાદ થાય તો કેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નહિ ? તેઓએ સિન્ડિકેટ બેઠકમાં પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, યુનિવર્સિટી કોની શરમ અનુભવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પૂરતા રાજ્ય સરકારે ત્વરિત તપાસના આદેશ કરી ગણતરીની જ કલાકમાં FIR નોંધી આરોપીઓને પણ દબોચી લીધા છે. પરંતુ જાણે કે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને રાજકોટ શહેરના પોલીસ વિભાગને સાપ સૂંઘી ગયો હોય તેમ પેપર લીક થયાના 110 દિવસ બાદ પણ ફરિયાદ નોંધવા બાબતે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આખરે સવાલ તો એ થાય છે કે બે જેટલા પેપરો ફૂટ્યા તેમ છતાં 110 દિવસ બાદ પણ શા માટે પોલીસ ફરિયાદ નથી નોંધાય. 


ત્યારે સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોંગ્રેસ પક્ષના નેતા ધરમ કાંબલીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના રજીસ્ટર 10-10 વખત પોલીસ સ્ટેશનને ગયા તેમ છતાં પેપર લીક મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. પોલીસ એફઆઈઆર લેવામાં ટેલી નીતિ દાખવી રહી છે. તો સમગ્ર મામલે કુલપતિ ગિરીશ ભીમાણીનું ધરમ કાંબલીયા કરતાં કંઈક જુદું જ નિવેદન સામે આવ્યું છે. 


આ પણ વાંચો : 


Hardik Patel : પેપરલીક પર પાટીદાર ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન


લો, ફરી શરૂ ભાજપની વેલકમ પાર્ટી : શું અમૂલમાં સત્તા માટે કાંતિ સોઢા પર દાવ ખેલ્યો?


ગીરિશ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું પોતે પોલીસ પાસે ચાર વખત ગયો છું. પરંતુ દરેક વખતે પોલીસ કરી રહી છે કે, પોલીસ તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ અમે એફએસએલ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છીએ. આમ, સિન્ડિકેટ સભ્ય અને કુલપતિ બંનેના નિવેદનોમાં તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ તો એ થાય છે કે, આખરે પેપર લીક મામલે સામેલ આરોપીઓ અને કોલેજની બચાવવામાં કોને રસ છે. પોલીસ કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશોને? ત્યારે NSUIના પ્રદેશ પ્રમુખે પણ ચીમકી ઉચારી છે કે જો આગામી 24 કલાકમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 


નાટકમાં સ્ત્રીનું પાત્ર ભજવતો યુવક મર્દાનગી ભૂલ્યો, બીજા પુરુષને દિલ દઈ બેઠો