ચૂંટણી બાદ ફરી શરૂ થઈ ભાજપની વેલકમ પાર્ટી, શું અમૂલમાં સત્તા માટે ભાજપે કાંતિ સોઢા પર દાવ ખેલ્યો?

Congress EX MLA Kanti Sodha Parmar Join BJP : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારના કેસરિયા.... પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા....

ચૂંટણી બાદ ફરી શરૂ થઈ ભાજપની વેલકમ પાર્ટી, શું અમૂલમાં સત્તા માટે ભાજપે કાંતિ સોઢા પર દાવ ખેલ્યો?

Kanti Sodha Parmar Join BJP આશ્કા જાની/અમદાવાદ : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યોએ ભાજપની વાટ પકડી હતી. ત્યારે ચૂંટણી બાદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતિભાઈ પરમારે કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમાર ભાજપમાં જોડાયા છે. આણંદ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય  કાંતિભાઈ સોઢા ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા. 

કાંતિભાઈ પરમાર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાયા. આ પહેલા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં તેઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યારે ભાજપમાં જોડાતા તેમણે કોંગ્રેસ વિરોધી સૂર આલાપ્યા હતા. તેઓએ કહ્યુ હતું કે, હું આણંદ APMC અને ખરીદ વેચાણ સઘમાં કાર્યરત રહ્યો. હાલ આણંદ જિલ્લામાં અમૂલ ડેરીનો ડિરેકટર છું. સહકારમાં પક્ષમાં જે જવાબદારી આપશે તે નિભાવીશ. પક્ષમાં વફાદાર રહીને કામ કરવાની બાંયધરી આપુ છું. કોઈ પણ જાતની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છું. 

આ પણ વાંચો : 

ભજપમાં જોડાયા બાદ કાંતિ સોઢા પરમારે કહ્યું કે, આજે મેં કોંગેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. સીઆર પાટીલને અધ્યક્ષ સ્થાને ભાજપમાં જોડાયો છું. ગરીબ ક્લાયાણકારી યોજના વિચારધારાને કારણે ભજપમાં જોડાયો છું. વિકાસની રાજનીતિ કરવા માટે ભાજપમાં જોડાયો છું. સાથે જ આણંદ વિધાનસભામાં અને મધ્ય ગુજરાતનો વિકાસ થાય તે પણ મારો આશય છે. સાથે જ તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી. કોઈ પણ નેતા ગુજરાતનાં આગેવાનોને મદદ કરવા આવ્યો ?. આ સાથે તેમણે કહ્યું કે, PM મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાતમાં આવે છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે એક પણ મોટો કાર્યક્રમ કર્યો નથી.

કાંતિ સોઢાના ભાજપમાં જોડાવાથી શું ફાયદો થશે
હાલ કાંતિ સોઢા પરમાર આણંદ જિલ્લામાં અમૂલ ડેરીનો ડિરેક્ટર છે. બીજી તરફ ચર્ચાય છે કે, અમૂલ ડેરી પર કબજો જમાવા પ્રદેશ ભાજપ વધુ સતર્ક થયું છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પર કબજો મેળવવા ભાજપની રણનીતિ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં આણંદની બેઠક પરથી કાંતિભાઈ કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા. 2017થી 2022 સુધી આણંદના કોંગ્રેસ MLA રહ્યાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news