અમદાવાદ :બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ બાદ રાજ્યભરમાં પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે સુરત ખાતે પણ બિનસચિવાલયની પરીક્ષા (Cancel binsachivalay exam) આપનાર એક પરીક્ષાર્થીઓએ આમરણ ઉપવાસ શરૂ કરી દીધા છે. આ પરીક્ષાર્થીની માંગ છે કે સરકાર આ સમગ્ર મામલે SITની રચના કરી યોગ્ય તપાસ કરાવે અને દોષીઓને સજા કરે. તે બીજી તરફ મહેસાણા અને ભાવનગરમાં પણ વિરોધ જોવા મળ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિનસચિવાલય પરીક્ષા આંદોલનને કોંગ્રેસનું સમર્થન, 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા


સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ચિંતન સંઘાણીએ થોડા દિવસ પહેલા બિન ચિવાલય ની પરીક્ષા આપી હતી. પરંતુ તેમાં ગેરરીતિ થતાં તેને આઘાત લાગ્યો છે. તેથી તે પોતાના નિવાસસ્થાને આમરણ અનશન પર બેસી ગયો છે. એક તરફ ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકાર સામે બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિની યોગ્ય તપાસ કરવાની માગણી કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ સુરત ખાતે પણ પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચિંતન સંઘાણીએ માંગ કરી છે કે, સરકાર પરીક્ષામાં થયેલ ગેરરીતિ બાબતે એક એસઆઈટીની રચના કરે અને તેમાં પરીક્ષાર્થીઓ સાથે અધિકારીઓ પણ સામેલ રહે છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જ્યાં સુધી સરકાર દ્વારા એસઆઈટીની રચના નહિ કરવામાં આવશે ત્યાં સુધી ચિંતન સંઘાણીએ પોતાના નિવાસસ્થાન પર આમરણ અનશન કરવાની નિર્ધારિત કર્યું છે.


Binsachivalay Exam: વિદ્યાર્થીઓનું આંદોલન ફળ્યું, સરકારે માંગણી સ્વીકારી, SITની રચના થશે


ભાવનગર NSUIના દેખાવ 
બિનસચિવાલય પરીક્ષા મુદ્દે ભાવનગર ખાતે NSUI દ્વારા યુનિવર્સિટી રોડ પર દેખાવો કર્યા હતા. ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર મુદ્દે NSUI એ સૂત્રોચ્ચાર કર્યા હતા. સૂત્રોચ્ચાર સાથે રોડ પર ચક્કાજામનો પ્રયાસ કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. રોડ પર ચક્કાજામ થતા અનેક વાહનો અટવાયા હતા. 


મહેસાણામાં રેલી નીકળી
બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા મામલે મહેસાણામાં પરીક્ષા રદ કરવાની માગણી સાથે રેલી કાઢવામાં આવી હતી. મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં 70 થી 75  ઉમેદવારોએ રેલી કાઢી પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. આ પરીક્ષામાં ગંભીર ગેરીરીતિ થઈ હોવાનો આક્ષેપ રેલીમાં નીકળનારા વિદ્યાર્થીઓ દ્વારા કરાયો હતો. 


રાજકોટમાં NSUIનું વિરોધ પ્રદર્શન
બિનસચિવાલય પરીક્ષા મામલે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરના આંદોલનને રાજકોટ કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ NSUI દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. NSUI ના પ્રમુખ સહિત 15 જેટલા કાર્યકર્તાઓ ઇન્દિરા સર્કલ નજીક સરકાર વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રસ્તા પર બેસી રસ્તા રોકો આંદોલન કરી રહ્યા હતા. જેઓની પોલીસે તુરંત જ અટકાયત કરી હતી. પોલીસે રસ્તા રોકી આંદોલન કરનાર NSUIના પ્રમુખ સહિત 15 લોકોની અટકાયત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube