રાજકોટમાં સરકારી દવાના મહાકૌભાંડનો પર્દાફાશ; મોડસ ઓપરેન્ડીથી ભલભલા ગોથે ચઢ્યા
Rajkot News: રાજકોટમાં GMSCLના વેર હાઉસમાં મસમોટા દવાના કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી.
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડના ગોડાઉનમાંથી સરકારી દવા બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા દવા વેચવાનું રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. બજારમાંથી ખરીદેલી દવાનો સ્ટોક ચોપડે ચડી ગયા પછી સ્ટીકર ઉખેડી કાઢતો હતો અને ખિસ્સા ભરતો હતો. જેની જાણ થતાં અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા હતા તપાસ કરી હતી.
રૂપની માયામાં કેટલા યુવાનો ભોગ બનશે! બે ટ્રાન્સજેન્ડરે જાહેરમાં કપડાં કાઢી નાંખ્યા..
તપાસ દરમિયાન ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાના થેલામાંથી બે અલગ-અલગ વાઉચર અને ખાનગી હેલ્થકેરની પહોંચ મળી. આ હેલ્થકેર પ્રતિક અને તેની પત્ની ચલાવતા હતા. સરકારી દવા હેત્વિક હેલ્થ કેરમાં વાઉચર ઉપર વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે MRP વાળી દવા પર સ્ટીકર લગાવનારે મોટા ખુલાસા કર્યા. દવા રાખવાના કોલ્ડ સ્ટોરેજમાં સ્ટીકર લગાવતા હતા. સ્ટીકર લગાવવાના 250 રૂપિયા અપાતા હતા.
ગુજરાતમાં હાર્ટ એટેક બન્યો જીવલેણ: એક જ દિવસમાં 2 લોકોએ ગુમાવ્યા જીવ, પરિવારને આંચકો
આ કૌભાંડમાં આરોગ્ય વિભાગ તરફથી સૂચના મળતાં સિવિલ અધિક્ષક આર. એસ. ત્રિવેદીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન GMSCLના વેરહાઉસમાં CCTV કેમેરા બંધ હાલતમાં નીકળ્યા. શું પ્રતિક રાણપરા CCTV બંધ કરીને કૌભાંડ આચરતો હતો કે શું તેવા અનેક સવાલ ઉભા થયા છે. હાલ તો GMSCLએ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.
નેતાજીની ખુરશી હલી જશે! ખેડૂતને જાહેરમાં લાફો મારવો ભારે પડશે,શુ છે ખેડૂતોની રણનીતિ?
મેનેજર કંપનીઓમાંથી આવતી દવાઓની કિંમત પર મેનેજર પ્રતિક રાણા નોટ ફોર સેલવાળુ સ્ટિકર મારી દેતો હતો. સરકારી દવાઓની કટકી ન થાય તે માટે કિંમત લખવાની મનાઇ હોય છે. જો કે સ્ટીર માર્યા પછી દવાઓ વેચવાનો અસલી ખેલ ચાલુ થતો હતો.
પોરબંદર જિલ્લાની હોસ્પિટલમાં લોલમલોલ, એવી વાત સામે આવી કે જાણીને તમે પણ ચોંકી જશો!