મૌલિક ધામેચા, અમદાવાદ: લગ્ન વાંચ્છુક યુવકોની આંખ ઉઘાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. વેજલપુર વિસ્તારમાં રહેતા યુવકને મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરવું ભારે પડ્યું. લગ્નના બીજા દિવસે જ યુવતી ઘરેણાં અને પૈસા લઈ ફરાર થઈ જતા યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લ્યો બોલો... લાઉડ સ્પીકરથી સંક્રમણ ફેલાય છે, ભુજ મામલતદારનું વિચિત્ર ફરમાન


શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને મિસ્ત્રીનું કામ કરતા રાકેશ શર્માના લગ્નજીવનમાં મનમેળ ન આવતા છૂટાછેડા લીધા હતા. થોડા સમય પહેલા એક પરિચિત એ યુવકનું ઘર વસે તે માટે લગ્ન કરાવી આપવાનુ જણાવી ઔરંગાબાદના ગંગાપુરમાં રહેતી પૂજા કોલસે અને તેના પિતા જયવંત કોલસે સાથે સંપર્ક કરાવ્યો હતો અને યુવકે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો:- મેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા


જોકે લગ્ન પહેલાં ખર્ચ પેટે પૈસા લઈ યુવતી ફરાર થઈ જતા યુવકને ભોગ બન્યા હોવાનો એહસાસ થયો જેને લઈ પિતા પુત્ર વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. 6 મહિના પહેલા યુવકે મહારાષ્ટ્રના શિરડીમાં યુવતી સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે યુવતીના પરિવારજનોએ આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવી લગ્નખર્ચ માટે 70 હજાર રૂપિયા લીધા.


આ પણ વાંચો:- રિવાબા સાથે ઘર્ષણ બાદ મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા


લગ્ન કરીને અમદાવાદ આવ્યા અને બીજા દિવસે યુવકને કામ અર્થે બહાર ગયો અને યુવતી ખરીદીના બહાને દાગીના લઈને ફરાર થઈ ગઈ. યુવકને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરાર પત્ની અને તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદના આધારે ફરાર યુવતીને શોધવા તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર