મેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા

મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે 10 વાગ્યાથી #saynotofees હેસટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.

મેડિકલ સ્ટુડન્ટ્સની ફી માફી આપવા માંગ, વાલી-વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વ્યથા

અતુલ તિવારી, અમદાવાદ: મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફી અને છૂટ આપવા માંગ કરવામાં આવી છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડશે. સવારે 10 વાગ્યાથી #saynotofees હેસટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ શરૂ કર્યો છે.

સેલ્ફ ફાયનાન્સ કોલેજોના વિદ્યાર્થીઓ સાથેએ ઝી 24 કાલાક વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ફીમાં રાહત મળે તે માટે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં #SayNoToFees હેઝટેગ સાથે ટ્વીટર ટ્રેન્ડ ચલાવ્યું છે. જો સરકાર ફીમાં રાહત નહીં આપે તો અભ્યાસ અધવચ્ચે છોડવો પડે એવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ એસોસિએશનની નહીં નફો નહીં નુકાસાનના ધોરણે સરકાર પાસે ફીમાં રાહત આપવા માંગ કરી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, નવા સત્રની ફી ન ભરીએ તો કેટલીક કોલેજોએ પરીક્ષા નહીં આપવા દેવામાં આવે તેવી ધમકી આપી છે.

5 હજાર વિદ્યાર્થીઓને ફી ભરવામાં સમસ્યા થઇ રહી છે તેવી જાણ અમને કરી છે. જુદા જુદા કોરોના સેન્ટરમાં વિદ્યાર્થીઓ હાલ સેવા આપી રહ્યાં છે. રાજ્યમાં કુલ 29 મેડિકલની કોલેજો આવેલી છે. જેમાં 7 સરકારી અને 22 સેલ્ફ ફાયનાન્સ કોલેજનો સમાવેશ થયા છે. 22 સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં જનરલ ક્વોટાથી લઇને મેનેજમેન્ટ ક્વોટાથી બેઠક પર આશરે 14,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 22 સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં 3 લાખથી લઇને 18 લાખ સુધી ફી છે. કોરોના સંક્રમણને કારણે ગુજરાતની તમામ મેડિકલ કોલેજો 23 માર્ચ 2020થી બંધ છે.

લોકડાઉન પહેલા જ નવું સત્ર શરૂ થયું હતું. જેની સંપૂર્ણ ફી ચુકવવામાં આવી છે. જેનો કોઇ લાભ નથી મળ્યો. હવે જ્યારે વાત આવતા સત્રની ફી ભરવાની આવી છે ત્યારે વિદ્યાર્થીઓએ સરકાર પાસેથી મદદની ગુહાર લગાવી છે. આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે, વગર અભ્યાસે 7 લાખ રૂપિયા ફી ભરી છે, હજુ પણ ભરીશું તો અભ્યાસ કેવી રીતે થશે તેની જાણ નથી. લોન લઇને બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છીએ, અન્ય બાળકો પણ છે, કોરોનાના કારણે સમસ્યા થઇ છે, સરકાર રાહત આપે. 

વિદ્યાર્થીઓએ ફીમાં રાહત મળે એ જુદા જુદા માધ્યમોમાં વાતચીત કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનું કોઇ સાંભળી રહ્યું નથી. એક મહિનાથી વિદ્યાર્થીઓ રજૂઆત કરી રહ્યાં છે. હોશિયાર વિદ્યાર્થીઓ છે, ફીમાં રાહતની માગ સાથે ભટકી રહ્યાં છે. સરકાર આ વિદ્યાર્થીઓ સાથે વાત કરે. સરકાર 50 ટકા ફીની રાહત આપે તેવું મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ 4 જુલાઇએ MCIને રજૂઆત કરી મદદ માંગી હતી. 13 જુલાઇએ વધુ એકવાર ફી અંગે MCI અને મંત્રીઓને રજૂઆત પણ કરી હતી. વિદ્યાર્થીઓ ફીમાં રાહતની માંગ NAMO APP દ્વારા પણ કરી ચુક્યા છે. સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઇ-મેઇલ તથા અન્ય માધ્યમ દ્વારા પણ વિનંતી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news